• Home
  • News
  • Gmail-YouTube 40 મિનિટ સુધી બંધ રહ્યાં, યુટ્યુબ પર 20 હજાર કલાકના વીડિયો અપલોડ થયા નહીં, 9.41 કરોડનું નુકસાન
post

વિશ્વભરમાં જીમેલના આશરે 180 કરોડથી વધારે યુઝર્સ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:19:42

વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકીની એક ગુગલની 19 સેવાઓ ડાઉન થઈ ગઈ હતી. 40 મીનિટ સુધી તેની સેવાઓ ખોરવાઈ હતી. ભારતીય સમય પ્રમાણે સાંજે 526 વાગે લોગઈન અને એક્સેસમાં મુશ્કેલી પડવા લાગી હતી અને સાંજે 606 વાગે રી-સ્ટોર થઈ. આ સમસ્યા અંગે ગુગલ તરફથી કોઈ કોમેન્ટ આવી નથી. મોટાભાગે આ સમસ્યા જીમેલ, ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબ પર આવી હતી. તેને લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ડેટા પ્રમાણે યુ-ટ્યુબ પર 60 સેકન્ડમાં 500 કલાકનો ડેટા અપલોડ થાય છે એટલે કે 40 મિનિટના મુશ્કેલીભર્યા સમયમાં 20 હજાર કલાકનો ડેટા અપલોડ થઈ શક્યો નહી અને તેને લીધે આશરે 9.41 કરોડનું નુકસાન થયું. યુટ્યુબ એક મિનિટમાં આશરે 32 હજાર ડોલર એટલે કે આશરે 23.53 લાખ રૂપિયા કમાય છે.

આ સર્વિસ ઠપ રહી
જીમેઈલ, યૂટ્યુબ, કેલેન્ડર, ડ્રાઈવ, ડોક્સ, શીટ્સ, સ્લાઈડ્સ, ગ્રુપ્સ, હેંગઆઉટ, ચેટ, મીટ, વોલ્ટ,કરન્ટ્સ, ફોર્મ્સ, ક્લાઉડ સર્ચ, કીપ, ટાસ્ક, વોઈસ.

આ સેવા ચાલુ હતી
ગુગલ સર્ચ એન્જિન અને મેપ.

યુટ્યુબમાં એક્સેસને લઈ સમસ્યા આવી રહી હોવાની યુઝર્સ તરફથી આશરે 9,000 જેટલા કેસ ડાઉનડિટેક્ટરમાં જોવા મળી રહ્યા હતા. આ પ્રકારની સ્થિતિ જીમેઈલ અને યુટ્યુબની પણ હતી. ગુગલની સેવામાં ખોરવાઈ હોવાની ફરિયાદ યુરોપ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકાના પૂર્વ તટ તથા આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયામાંથી પણ મળી હતી.

ક્લાઉડ, ડ્રાઈવ અને ડોક્સ જેવી સેવાઓ પણ ક્રેશ
બ્રિટનના મિરર અખબારના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં 54 ટકા લોકો યુટ્યુબ એક્સેસ કરી શક્યા નહીં. 42 ટકા લોકો લોગઈન કરી શક્યા નહીં અને 15 ટકા લોકો વેબસાઈટ જ એક્સેસ કરી શક્યા નહીં. આ ઉપરાંત જીમેલ પર 75 ટકા લોકો લોગઈન કરી શક્યા નહીં. જ્યારે 15 ટકા લોકો વેબસાઈટ જ એક્સેસ કરી શક્યા નહીં. આ ઉપરાંત 8 ટકા લોકો મેસેજ રિસીવ કરી શક્યા નહીં.

જીમેલના 180 કરોડ યુઝર
વિશ્વભરમાં જીમેલના આશરે 180 કરોડથી વધારે યુઝર્સ છે. તેમની પાસે 2020માં ઈમેલ સર્વિસનો 43 ટકા બજાર હિસ્સો છે. જ્યારે 27 ટકા લોકો ફોનથી ઈમેલ કરે છે. ઈમેલના એક્સેસ માટે 75 ટકાથી વધારે લોકો ફોનનો ઉપયોગ કરે છે. વર્ષ 2020માં દરરોજ 306.4 બિલિયન ઈમેલ મોકલે છે અને પ્રાપ્ત કરે છે. યૂટ્યુબના 200 કરોડથી વધારે યૂઝર્સ છે.

સાંજે આશરે 5:26 વાગે ગુગલની જીમેઈલ સેવા અને હેંગહાઉટ સહિત અનેક સેવાઓ પર એરર પેજ દેખાવા લાગ્યુ હતું, જે સાંજના 6.06 વાગ્યા સુધી રહી હતી.

સેવા ખોરવાયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી
સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા મેસેજમાં કહેવામા આવ્યુ છે કે અમારા ઘણાબધા યુઝર્સને સેવાને લઈ સમસ્યા સર્જાઈ છે,જે અંગે અમે વાકેફ છીએ, અમારી ટીમ આ સમસ્યા ઉકેલવા કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અપટેડ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post