• Home
  • News
  • ગોદરેજ પ્રોપર્ટીઝનો Q4 નફો 35% ઘટી 101 કરોડ
post

અદાણી ટ્રાન્સમિશનનો Q4 નફો 60% ઘટી ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 10:49:50

અમદાવાદ: ગોદરેજ પ્રોપર્ટીઝે માર્ચ-20ના અંતે પુરાં થયેલા Q4 માટે ચોખ્ખો નફો 35 ટકા ઘટી રૂ. 101.08 કરોડ (રૂ. 156.66 કરોડ) નોંધાવ્યો છે. કુલ આવકો વધી રૂ. 1288.17 કરોડ (રૂ. 1203.21 કરોડ) થઇ છે. સમગ્ર વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 267.21 કરોડ (રૂ. 253.15 કરોડ) જ્યારે કુલ આવકો ઘટી રૂ. 2914.59 કરોડ (રૂ. 3221.98 કરોડ) થઇ છે.


અદાણી ટ્રાન્સમિશનનો નફો ઘટ્યો
અદાણી ટ્રાન્સમિશને માર્ચ-20ના અંતે પુરાં થયેલા Q4 માટે ચોખ્ખો નફો 60 ટકા ઘટી રૂ. 58.97 કરોડ (રૂ. 146.7 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો જોકે વધી રૂ. 3317.51 કરોડ થઇ છે. જે આગલાં વર્ષે રૂ. 2569.16 કરોડ થઇ હતી. સમગ્ર વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 559.20 કરોડ સામે વધી રૂ. 706.49 કરોડ થયો છે.


ICICI
બેન્કનો ચોખ્ખો નફો 26 ટકા ઘટ્યો
આઇસીઆઇસીઆઇ બેન્કે માર્ચ-20ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટો ચોખ્ખો નફો 26 ટકા વૃદ્ધિ સાથે રૂ. 969 કરોડ સામે રૂ. 1221 કરોડ નોંધાવ્યો છે. બેન્કની વ્યાજની આવક વધી રૂ. 8297 કરોડ (રૂ. 7620 કરોડ) થઇ છે. સમગ્ર વર્ષ માટે બેન્કનો સ્ટેન્ડઅલોન નફો વધી રૂ. 7931 કરોડ (રૂ. 3363 કરોડ) થયો છે.


પિરામલ એન્ટરનું રૂ. 14 ડિવિડન્ડ
પિરામલ એન્ટરપ્રાઇસિસઝે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13068 કરોડ નોંધાવવા સાથે ચોખ્ખો નફો રૂ. 21 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 14 ડિવિડન્ડ જાહેર કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post