• Home
  • News
  • સોનું ઓલ-ટાઈમ હાઈ:10 ગ્રામ સોનું પહેલીવાર 61 હજારને પાર, ચાંદી પણ 74 હજારને વટી; તેજીનું કારણ મોંઘવારી, ગ્લોબલ ડિમાન્ડ જેવાં 5 કારણો
post

IBJA અનુસાર, આજે બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 2,822 મોંઘી થઈ અને રૂ. 74,522 પર પહોંચી ગઈ. આ તેનું 31 મહિનાનું હાઈ લેવલ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 19:04:19

નવી દિલ્હી: સોનાએ બુધવારે એટલે કે 5 એપ્રિલે નવો રેકોર્ડ બનાવ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 61 હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે બુલિયન માર્કેટમાં સોનું રૂ.1,262 મોંઘું થઈને રૂ. 60,977 થઈ ગયું છે. અગાઉ 31 માર્ચે સોનું મોંઘું બન્યું હતું, જ્યારે તે રૂ. 59,751 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું.

ચાંદીમાં જોરદાર ઉછાળો
આ સિવાય ચાંદી પણ 74 હજારને પાર થઈ ગઈ છે. IBJA અનુસાર, આજે બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 2,822 મોંઘી થઈ અને રૂ. 74,522 પર પહોંચી ગઈ. આ તેનું 31 મહિનાનું હાઈ લેવલ છે.

સોનું 65 હજાર સુધી જઈ શકે છે
કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, 2020માં શરૂ થયેલી ગોલ્ડ સુપર સાઇકલ હજુ પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજોગોમાં તે 64,000 સુધી પહોંચી શકે છે.

IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

સોનાએ 10 વર્ષમાં 100%થી વધુ વળતર આપ્યું છે

તારીખ

10 ગ્રામ દીઠ કિંમત

5 એપ્રિલ 2013

29,704

5 એપ્રિલ 2014

28,246

5 એપ્રિલ 2015

26,597

5 એપ્રિલ 2016

28,655

5 એપ્રિલ 2017

28,677

5 એપ્રિલ 2018

30,350

5 એપ્રિલ 2019

31,601

5 એપ્રિલ 2020

43,712

5 એપ્રિલ 2021

45,023

5 એપ્રિલ 2022

51,401

5 એપ્રિલ 2023

60,977

સંદર્ભ: goldpriceindia.com અને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન

 

adv

Related News

post
post
post
post
post
post
post