• Home
  • News
  • આ જંગલમાં સોનું જ સોનું:અંતરિક્ષમાંથી જંગલની નદીમાં ગોલ્ડ દેખાય છે, જુઓ NASAએ જાહેર કરેલા PHOTOS
post

પેરુનાં એમેઝોન જંગલોની તસવીરો હાલમાં જ અંતરિક્ષમાંથી લેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 18:53:43

અહીં તસવીરોમાં જંગલ દેખાય છે. એવું જંગલ, જેમાં વચ્ચેથી વહે છે સોનાની નદીઓ. જી હા, આ વહેતી નદીઓમાં ભરપૂર સોનું છે. આ એરિયા પેરુમાં છે અને આ જંગલ છે એમેઝોનનું. નાસાના સ્પેસ સ્ટેશને અંતરિક્ષમાંથી લીધેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આ જંગલમાં સોનું ચારેય તરફ વિખરાયેલું પડ્યું છે.

પેરુનાં એમેઝોન જંગલોની તસવીરો હાલમાં જ અંતરિક્ષમાંથી લેવામાં આવી હતી. ફોટો ડેવલપ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે એમેઝોનના આ જંગલમાં સોનું જ સોનું છે. આ તસવીર ધરતીની નીચલી કક્ષામાં પરિભ્રમણ કરી રહેલા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માંથી એક એસ્ટ્રોનોટે લીધી છે. એમેઝોનમાં સોનું કાઢવા માટે ગેરકાયદે ખનન થાય છે અને દિવસે દિવસે એમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.


આ માત્ર એમેઝોનનો એક ભાગ છે. પેરુના માદ્રે-દે-દિયોસ પ્રાંતમાંથી પસાર થતી આ નદી છે. એમેઝોન વર્ષાવનોમાં સ્થિત રાજ્ય છે. આ આખો વિસ્તાર નદીઓ, તળાવ, ખીણ અને સ્ત્રોતોથી ભરેલો પડ્યો છે. અહીં તસવીરમાં ડાબી તરફ ઇનામબારી નદી જોવા મળે છે. એ સિવાય જંગલ વચ્ચે સોનેરી રંગના ખાડા ગેરકાયદે ખનનને દર્શાવે છે. સોનાનું આ જંગલ લગભગ 15 કિલોમીટર લાંબું છે.
સોનું કાઢવાની પ્રક્રિયામાં મર્ક્યુરીનો ઉપયોગ
પેરુ દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો સોનાનું ઉત્પાદન કરતો દેશ છે. માદ્રે-દે-દિયોસ સૌથી મોટું સ્વતંત્ર ખનન કેન્દ્ર છે. આ જ ખનનને કારણે એમેઝોન જંગલ કપાઈ રહ્યું છે. સોનું કાઢવાની પ્રક્રિયામાં મર્ક્યુરી (પારો)નો ઉપયોગ થાય છે. આને કારણે મર્ક્યુરીનું પ્રદૂષણ વધી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ જંગલમાંથી સોનું કાઢનારા હજારો પરિવારો જંગલી જીવન જ જીવી રહ્યા છે.

હાઈવે વેપાર અને પર્યટન માટે બન્યો હતો પણ હેરાફેરી માટે ઉપયોગ થાય છે
તસવીરમાં નીચેની તરફ નાનું ગામ દેખાય છે. એનું નામ નુએવા એરેકિપા છે, જે સાઉથ ઇન્ટર ઓસિએનિક હાઇવે નજીક છે. આ હાઈવે 2011માં બનાવાયો હતો. આ એકમાત્ર એવો હાઇવે છે જે બ્રાઝિલને પેરુ સાથે જોડે છે. રસ્તો વેપાર અને ટૂરિઝમ માટે બનાવાયો હતો, પણ એનો ઉપયોગ ગેરકાયદે ખનન અને જંગલો કાપવામાં થાય છે. એનો કેટલોક ભાગ ટેંબોપાતા નેશનલ રિઝર્વમાં આવે છે. અહીં ખનન પ્રક્રિયા પ્રતિબંધિત છે.

જંગલોનું કટિંગ અને મર્ક્યુરીનું પ્રદૂષણ સમસ્યા વધારે છે
સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની એ છે કે અહીં સોના માટે જંગલનું કટિંગ થાય છે, જેનું નુકસાન એમેઝોન અને એની આસપાસ રહેતા લોકોને અને જંગલમાં વસવાટ કરતી જીવસૃષ્ટિને થાય છે. મર્ક્યુરી (પારા)ના ઉપયોગના કારણે પ્રદૂષણ વધે છે, કારણ કે સોનાના ખનન અને સફાઇ માટે મિથાઇલ મર્ક્યુરીનો ઉપયોગ થાય છે, જે જંગલોને નુકસાન કરે છે.

મર્ક્યુરી મોટું ન્યૂરોટોક્સિન છે, મોટું નુકસાન કરે છે
મિથાઇલ મર્ક્યુરી એક સુપર ટોક્સિક વસ્તુ છે, જે ન્યૂરોટોક્સિન છે. એ તળાવ અને નદીઓમાં ફેલાઈ રહ્યું છે. દક્ષિણ અમેરિકામાં મર્ક્યુરીનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, સાથે જ એમેઝોનનાં જંગલોમાં સોનાને લઈને હિંસા પણ થાય છે. 1990માં ગેરકાયદે સોનાના ખનન માટે યાનોમામી જાતિના 16 લોકોની હત્યા કરવામાં આવી હતી. 2020માં બે યાનોમામી લોકો માર્યા ગયા હતા. તેમની હત્યા ગેરકાયદે ખનન કરનારાઓએ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post