• Home
  • News
  • Gold Price Today: 10000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, બે મહિનાના નીચલા સ્તરે પહોંચી કિંમત
post

ગોલ્ડમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સુવર્ણ તક, ફટાફટ ચેક કરો ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં શું છે 10 ગ્રામ સોનાનો ભાવ

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-28 11:03:38

નવી દિલ્હી. સોનાની કિંમતો (Gold Price Today) માં આજે પણ ઘટાડો ચાલુ છે. નબળા ગ્લોબલ સંકેતોની વચ્ચે ઈન્ડિયન માર્કેટમાં સોનું સસ્તું થઈ ગયું છે. સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું વાયદો 0.1 ટકાના ઘટાડાની સાથે બે મહિનાના નીચલા સ્તર 46,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી (Silver Price Today)નો ભાવ 0.26 ટકા વધીને 68,049 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. નોંધનીય છે કે, ભારતમાં સોનાના ભાવ ગયા વર્ષના ઉચ્ચતમ સ્તરથી હજુ પણ લગભગ 10,000 રૂપિયા નીચે છે.

ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં પણ સોનાનો ભાવ એક સપ્તાહના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. સપ્તાહના નીચલા સ્તર 1,770 ડૉલર પર પહોંચ્યા બાદ હાજર સોનું 0.2 ટકા ઘટીને 1,777 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું હતું.

28 જૂને 24 કેરેટ ગોલ્ડનો ભાવ (Gold Price on 28 June 2021)- 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો 28 જૂન 2021ના રોજ રાજધાનીમાં કિંમત 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચેન્નઈમાં 48,510 રૂપિયા, મુંબઈમાં 47,170 રૂપિયા, કોલકાતામાં 49,230 રૂપિયા, બેંગલુરુમાં 48,120 રૂપિયા, હૈદરાબાદમાં 48,120 રૂપિયા, જયપુરમાં 50,320 રૂપિયા, લખનઉમાં 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.

સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે. 

આ રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા : જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS care app'ની ગ્રાહકો (Consumer)સોના (Gold)ની શુદ્ધતા (Purity)ની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post