• Home
  • News
  • દેશના લોકો માટે ખુશખબર, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાનો અંદાજ, ગુજરાત સહિત 25 રાજ્યોમાં મેઘરાજા મહેર કરશે
post

4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-15 18:58:00

નવી દિલ્લી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગ (IMD) 104થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં વધુ સારો વરસાદ માને છે. આ પાક માટે સારો સંકેત છે. IMDએ કહ્યું કે 2024માં 106% એટલે કે 87 સેમી વરસાદ થઈ શકે છે. 4 મહિનાની ચોમાસાની ઋતુ માટે લોંગ પીરિયડ એવરેજ (LPA) 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટિમીટર છે. એટલે કે ચોમાસામાં આટલો કુલ વરસાદ હોવો જોઈએ. આ પહેલા 9 માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી હતી. આનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં 96થી 104%ની વચ્ચે વરસાદ પડી શકે છે. ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં આવે છે. 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે.

 

25 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન: કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવ.

 

4 રાજ્યોમાં સામાન્ય વરસાદનું અનુમાન: છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

 

6 રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદનું અનુમાન: ઓડિશા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા.

 

હવામાનને લગતી બે મહત્વની બાબતો...

1. હવામાનની અસરને કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં (જૂન-જુલાઈ)માં ધીમી રહેશે, પરંતુ બીજા તબક્કામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) તેની ભરપાઈ થશે. IMDએ કહ્યું કે ચોમાસાને લઈને આગામી આઉટલૂક મેના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

2. વૈજ્ઞાનિકોના મતે, ભારે વરસાદ સાથેના દિવસોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ખૂબ જ ભારે વરસાદવાળા દિવસોની સંખ્યા એટલે કે ટૂંકા ગાળામાં ખૂબ જ ભારે વરસાદ સાથેના દિવસોની સંખ્યા વધી રહી છે. આનું કારણ વારંવાર દુષ્કાળ અને પૂર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post