• Home
  • News
  • ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર, 1થી 2 ડિગ્રી તાપમાનમાં થઈ શકે છે ઘટાડો, જોકે હીટવેવની શક્યતા નહીં
post

તમામ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નીચે, રાત્રે એકાદ ડિગ્રી તાપમાન વધવાની આગાહી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-01 18:52:17

અમદાવાદ: હાલમાં રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગયો છે. કારણ કે. છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કર્યો હતો તેને કારણે ગુજરાતનું તાપમાન ઘટ્યું છે. આગામી પાંચ દિવસ પણ આ પ્રકારનુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદ તાપમાનનો પારો ઊંચો જાય તેવી શક્યતાઓ છે. પાંચ દિવસ પછી ફરી બે ડિગ્રી વધશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા વોર્મ નાઈટની શક્યતા નથી. પાંચ દિવસ બાદ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બે ડિગ્રી સુધી વધે તેવી શક્યતાઓ છે, જ્યારે રાત્રિ દરમિયાનનું તાપમાન એકાદ ડિગ્રી વધવાની શક્યતાઓ છે.


રાજ્યમાં સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનું અમરેલી શહેર સૌથી ગરમ રહ્યું હતું. જ્યાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈકાલે રાત્રે પણ અમદાવાદ શહેરનું તાપમાન 22.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 48 કલાકથી મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે. કારણ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વહેલી સવારમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post