• Home
  • News
  • ખુશખબર : વર્ષ 2031 સુધીમાં 6.7 ટ્રિલિયન ડૉલર થઈ જશે ભારતની ઈકોનોમી
post

2030-31 સુધી ભારતની અર્થવ્યવસ્થા અંદાજિત બેગણી 6.7 ટ્રિલિયન ડોલરની થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-03 19:53:14

નાણાકીય વર્ષ 2030-31 સુધી ભારતની અર્થવ્યવસ્થા અંદાજિત બેગણી 6.7 ટ્રિલિયન ડોલરની થઈ જશે જે હાલના સમયમાં 3.4 ટ્રિલિયન ડોલરની છે. રેટિંગ એજન્સી એસ. એન્ડ પી. ગ્લોબલે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24થી લઈને 2030-31 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા વાર્ષિક 6.7 ટકાના દરે આર્થિક વિકાસ કરશે.

એસ. એન્ડ પી. ગ્લોબલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2031-32 સુધી ભારતની પ્રતિ વ્યક્તિ આવક 4500 ડોલર થઈ જશે જે હાલના સમયમાં 2500 ડોલરની નજીક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી ભવિષ્યમાં ગ્રોથને ગતિ આપવા માટે ખૂબ જરૂરી છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી માત્ર 24 ટકા છે.

રિપોર્ટ અનુસાર, ભારતનો સર્વિસેઝ એક્સપોર્ટ દેશના આર્થિક વિકાસનું સૌથી મોટું એન્જિન સાબિત થશે. એસ એન્ડ પી ગ્લોબલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ફાઈનાન્શિયલ સર્વિસેઝ પર કરાતો ખર્ચ હાલના સમયમાં 280 બિલિયન ડોલરથી વધીને 670 બિલિયન ડોલર થઈ જશે.

એસ. એન્ડ પી. ગ્લોબલના અનુસાર, 2030 સુધી સ્ટાર્ટઅપ્સમાં વેન્ચર કેપિટલ ફંડિંગ બેગણુ થઈ જશે. ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ, સ્પેસ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, ડ્રોન્સસ રોબોટિક્સ અને ક્લીન ટેક્નોલોજી જેવા નવા વર્ટિકલ્સને આવનારા દિવસોમાં સૌથી મોટો લાભ મળવાનો છે. આ સેક્ટર્સમાં થનારી મૂડી આ દાયકાના અંત સુધી ભારતની સરેરાશ 6.7 ટકા જીડીપી ગ્રોથમાં 53 ટકાનું યોગદાન આપશે.

રિપોર્ટ અનુસાર, ભારતનું કંઝ્યૂમર માર્કેટ સાઈઝ 2031 સુધી બેગણુ થઈ જશે. 2022માં આ 2.3 ટ્રિલિન ડોલર હતું જે 2031 સુધીમાં વધીને 5.2 ટ્રિલિયન ડોલર થવાનું અનુમાન છે. ખાદ્ય વસ્તુઓ પર ગ્રાહકો દ્વારા કરાતા 615 બિલિયન ડોલરથી વધીને 1.4 ટ્રિલિયન ડોલર થઈ જશે.

ભારતીય અર્થવ્યવસ્થા માટે આજે આ બીજી ખુશખબરી છે. આ પહેલા મોર્ગન સ્ટેનલીએ પોતાના ઈમર્જિંગ માર્કેટની યાદીમાં ભારતને અપગ્રેડ કર્યું છે, જ્યારે ચીનને ડાઉનગ્રેડ કરી દીધું છે. માર્ગન સ્ટેનલીએ ભારતનું રેટિંગ અપગ્રેડ કરતા ઓવરવેટ કરી દીધું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post