• Home
  • News
  • ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન 42 દિવસમાં તૈયાર થવાની સંભાવના
post

શિયાળામાં કોરોનાથી બ્રિટનમાં ૮૫,૦૦૦નાં મોત થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:03:33

લંડન :

કોરોનાની મહામારીએ આખી દુનિયાને બાનમાં લીધી છે ત્યારે બ્રિટનમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. ત્યાંની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે જે ૪૨ દિવસમાં કે ૬ અઠવાડિયામાં તૈયાર થઈ જશે તેવી ધારણા છે. ઓસ્કફર્ડ તેમજ ઈમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયા છે. તેમાં સફળતા મળ્યા પછી લાખો ડોઝનું ઉત્પાદન કરવાની પ્રાથમિક તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે. ક્રિસમસ પહેલાં વેક્સિનની ટ્રાયલનાં પરિણામ આવી જશે તેવી આશા છે તેમ બ્રિટનના વેક્સિન ટાસ્કફોર્સના વડા કેટ બિંઘમે જણાવ્યું હતું.  ભારતમાં અત્યારે ઓક્સફર્ડની રસીનું ત્રીજા તબક્કાનુ પરિક્ષણ ચાલી રહ્યું છે.


આખી દુનિયામાં કોરોનાના કેસ ૨.૫૨ કરોડને પાર

આખી દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૨.૫૨ કરોડનો આંક વટાવીને ૨,,૨૧૫,૮૬૭ થઈ છે. કોરોના ૮,૪૭,૫૩૩ લોકોને ભરખી ગયો છે. જો કે સારવાર પછી ૧,૭૫, ૬૨,૧૮૬ દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૬૮,૦૬,૧૪૮ થઈ છે. એક જ દિવસમાં ૨,૫૭,૯૨૯ નવા કેસ આવ્યા છે અને ૫૩૦૪ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. કેસની સંખ્યા અને મૃત્યુઆંક ઈન્ફ્લુએન્ઝાથી થતા મોત કરતા વધી ગઈ છે.

શિયાળામાં કોરોનાથી બ્રિટનમાં ૮૫,૦૦૦નાં મોત થઈ શકે છે

કોરોના શિયાળામાં વિકરાળરૂપ લઈ શકે છે અને બ્રિટનમાં ૮૫,૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે તેમ બ્રિટિશ સરકારના એક લીક થયેલા દસ્તાવેજમાં જણાવાયું છે. કોરોના ત્યાં ૮૫,૦૦૦ લોકોનો ભોગ લઈ શકે છે.

ઇન્ડોનેશિયામાં કોરોના વાઇરસનું મ્યુટેટેડ વર્ઝન સામે આવ્યું

ઇન્ડોનેશિયામાં કોરોના વાઇરસનું મ્યુટેટેડ વર્ઝન સામે આવ્યું છે. વાઇરસનું આ વર્ઝન વધુ ઘાતક નથી પણ સંક્રમણ ઝડપથી ફેલાવે છે. કેટલાક સેમ્પલમાં કોરોના વાઇરસનું D-૬૧૪ G મ્યુટેશન જોવા મળ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post