• Home
  • News
  • ગૂગલ-પેએ 800 થી 81 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા:ટેકનિકલ ખામીને કારણે પૈસા ટ્રાન્સફર થયા, મેઈલ મોકલીને કારણ પણ જણાવ્યું
post

કેટલાક ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં 10 રૂપિયાથી લઈને 1000 અમેરિકી ડોલર જમા કરાવવામાં આવ્યા. કંપનીને જ્યારે તેમની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેને યોગ્ય કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. થોડીજ વારમાં તે પૈસા પાછા લઈ લેવામાં આવ્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 17:21:35

પેમેન્ટ પ્લેટફોર્મ Google-Pay એ ટેક્નિકલ ખામીને કારણે કેટલાક યુઝર્સને 10 અમેરિકી ડોલરથી લઈને 1000 અમેરિકી ડોલર એટલે કે આશરે 818 રૂપિયાથી 81 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા, જેના વિશે લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર ખુશી પણ વ્યક્ત કરી હતી. જો કે લોકોની આ ખુશી લાંબો સમય ટકી ન હતી.

કંપનીએ ઝડપથી ટેકનિકલ ખામી શોધી કાઢી અને પછી મોટાભાગના Google Pay યુઝર્સના એકાઉન્ટમાં જમા થયેલી રકમ પાછી ખેંચી લીધી. જો કે, એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જ્યારે કેટલાક Google Pay યુઝર્સેએ પૈસા પરત લે તે પહેલાં તેનો ઉપયોગ કર્યો હતો. આ યુઝર્સ માટે ગૂગલે કહ્યું છે કે પૈસા તમારા છે, આ માટે આગળ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.

ટેક્નિકલ ખામીને કારણે Google Pay યુઝર્સને પૈસા ક્યાંથી મળ્યા?
હકીકતમાં, જ્યારે પણ Google Pay દ્વારા કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવામાં આવે છે, ત્યારે પેમેન્ટ પ્લેટફોર્મના તમામ યુઝર્સને "માય રિવાઇન્ડ" વિભાગમાં કૂપન મળે છે. આ કૂપન્સને સ્ક્રેચ કરતી વખતે, ઘણી વખત એપ્લિકેશન યુઝર્સને કેટલાક પૈસા મળે છે. અહીં જ એપમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે જે લોકોએ ભૂલ દરમિયાન કૂપન સ્ક્રેચ કર્યા હતા તેઓને 10 થી 1000 અમેરિકી ડોલર કેશબેક તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ટ્વિટર યુઝર્સે સ્ક્રીનશોટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી
મિશાલ રહેમાન નામના ટ્વિટર યુઝરે સ્ક્રીનશોટ શેર કરતા ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ દ્વારા કહ્યું, 'એવું લાગે છે કે Google Pay અત્યારે રેન્ડમ યુઝર્સને ફ્રી પૈસા આપી રહ્યું છે. મેં હમણાં જ Google Pay ખોલ્યું અને જોયું કે મારી પાસે "રિવર્ડ"માં 46 ડોલર છે. જો કે, યુઝર દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટમાં 13.25 ડોલર એટલે કે (લગભગ રૂ. 1085) કેશબેક તરીકે દેખાય છે.'

Google Payએ મેઇલ દ્વારા યુઝર્સેને જાણ કરી
ટેક્નિકલ ખામીને કારણે Google-Pay એ એપ યુઝર્સને ટ્રાન્સફર કરાયેલા પૈસા મેઈલ કરીને માહિતી આપી હતી. કંપનીએ મેઈલ કરીને કહ્યું કે તમને મેલ મળ્યો છે કારણ કે તમારા Google Pay એકાઉન્ટમાં ભૂલથી પૈસા જમા થઈ ગયા હતા. હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને શક્ય હોય ત્યાં સુધી પૈસા પરત કરવામાં આવ્યા છે. જો અમે પૈસા રિવર્સ કરવામાં સક્ષમ હતા, તો આ પ્રવૃત્તિ તમારા એકાઉન્ટમાં પહેલેથી જ પ્રતિબિંબિત થઈ ગઈ છે. જો અમે પૈસા ઉલટાવી શક્યા ન હોત, તો પૈસા તમારા છે. આગળ કોઈ કાર્યવાહીની જરૂર નથી." આ મેઈલનો સ્ક્રીનશોટ મિશાલ રહેમાન નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post