• Home
  • News
  • પરાળી સળગાવતા ખેડૂતો પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએ', સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
post

સુપ્રીમ કોર્ટે કહ્યું પરાળી સળગાવનારાને FIR, દંડ સહિત MSPથી વંચિત રાખવામાં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-21 19:16:29

hearing of the pollution case in supreme court : આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે  કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? કોર્ટે વધુમાં કહું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે.

 સરકાર શા માટે કડક પગલાં નથી લઈ રહી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન પંજાબના વકીલને પૂછ્યું કે  કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે કડક પગલાં લઈ રહી નથી,  જેના જવાબમાં પંજાબ સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે સરકારે પગલાં લીધાં છે જેમાં પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, લગભગ 100 FIR નોંધી છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. તેમજ અમારું સૂચન છે કે કેન્દ્ર અને તમામ રાજ્યોએ સમયસર સાથે મળીને કામ કરવું જોઈએ જેથી આગામી સિઝનમાં આ સ્થિતિ ઊભી ન થાય. આના જવાબમાં કોર્ટે કહ્યું કે આગામી સિઝનની રાહ જોવાની જરૂર નથી. અમે મામલાની દેખરેખ રાખીશું.  

સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપ્યું

આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? અને વધુમાં કહ્યું હતું કે FIR અને દંડ ઉપરાંત તેમને MSPથી પણ વંચિત રાખવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જો કે એ વાત પણ સાચી છે કે જ્યારે પંજાબમાં MSP માટે અન્ય રાજ્યોનું અનાજ વેચી શકાય છે, તો પછી એક ખેડૂતનું અનાજ બીજા ખેડૂતને કેમ ન વેચી શકાય? તેથી કદાચ આ ઉકેલ નહીં આવે. સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે બિહારના લોકો હજુ પણ મશીનનો ઉપયોગ ઓછો કરે છે અને હાથથી જ લણણી કરે છે એટલે ત્યાં પરાળી સળગાવવાની ઘટનાઓ બહુ ઓછી છે.  હવે આ મામલે આગામી સુનાવણી 5મી ડિસેમ્બરના રોજ થશે.


adv

Related News

post
post
post
post
post
post
post