• Home
  • News
  • IDBI બેન્કમાંથી હાથ ખંંખેરશે સરકાર અને LIC, 51% હિસ્સો વેચવાની તૈયારી
post

હાલના માર્કેટકેપ પ્રમાણ 51 ટકા હિસ્સાનું બજાર મૂલ્ય રૂ. 22,000 કરોડની આસપાસ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 17:48:51

મુંબઇ: કેન્દ્ર સરકાર આઇડીબીઆઇ બેન્કની ઓછામાં ઓછો 51 ટકા સુધીનો હિસ્સો વેચવાની વિચારણા કરી રહી છે, જે બંને સંયુક્ત રીતે આ બેન્કમાં 94 ટકા હિસ્સો ધરાવે છે. આઇડીબીઆઇ બેન્કમાં હિસ્સો વેચવાથી સરકારના વિનિવેશ કાર્યક્રમને વેગ મળશે.સુત્રોના જણાવ્યા અનુસાર આ ડિસઇન્વેસ્ટમેન્ટ બાદ પણ સરકાર અને એલઆઇસી આઇડીબીઆઇ બેન્કમાં પોતાનો કેટલોક હિસ્સો જાળવી રાખશે. હાલના માર્કેટકેપ પ્રમાણ 51 ટકા હિસ્સાનું બજાર મૂલ્ય રૂ. 22,000 કરોડની આસપાસ થાય છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર આઇડીબીઆઇ બેન્કનો હિસ્સો વેચવા મામલે મંત્રીમંડળની એક સમિતિ અંતિમ નિર્ણય લેશે. સરકાર અને એલઆઇસી સપ્ટેમ્બરના અંતે સુધી ખરીદદારોની અભિરૂચીનું આંકલન કરશે. હાલ આઇડીબીઆઇ બેન્કનું બજાર મૂલ્ય લગભગ રૂ. 42,500 કરોડની આસપાસ છે. આ અહેવાલ મામલે આઇડીબીઆઇ બેન્કે કોઇ ટિપ્પણી કરી નથી. મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેન્ક કોઇ પણ રોકાણકારને આઇડીબીઆઇ બેન્કમાં 40 ટકાથી વધુ હિસ્સો ખરીદવાની મંજૂરી આપી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post