• Home
  • News
  • સરકારે 16.61 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ્યો:પર્સનલ ઈન્કમટેક્સ કલેક્શનમાં સૌથી વધુ 24.33%નો વધારો, કોર્પોરેટ ટેક્સ કલેક્શન પણ વધ્યું
post

નાણાકીય વર્ષ 2022-23માં કુલ 18.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 19:25:16

નવી દિલ્હી: 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (પ્રોવિજનલ) 17.63% વધીને રૂ. 16.61 લાખ કરોડ થયું છે. આ નાણાકીય વર્ષ 2023માં કેન્દ્રના બજેટ અંદાજ કરતાં 16.97% વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69% વધુ છે. કેન્દ્રીય બજેટ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ 14.2 લાખ કરોડ રૂપિયા હતો. તેને સુધારીને રૂ. 16.5 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20.33%નો વધારો
એ જ રીતે, 2022-23માં, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (પ્રોવિજનલ) વાર્ષિક ધોરણે 20.33% વધીને રૂ. 19.68 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2021-22માં તે 16.36 લાખ કરોડ રૂપિયા હતું. બીજી તરફ, ગ્રોસ કોર્પોરેટ ટેક્સ વાર્ષિક ધોરણે 16.91% વધીને રૂ. 10.04 લાખ કરોડ થયું છે. એક વર્ષ પહેલા તે 8.58 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

પર્સનલ ઇન્કમટેક્સ કલેક્શનમાં સૌથી મોટો ઉછાળો પર્સનલ ઇન્કમટેક્સ કલેક્શનમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ 24.33% વધીને રૂ. 9.6 લાખ કરોડ થયો છે. આમાં STT પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2021-22માં તે 7.73 કરોડ રૂપિયા હતો. રિફંડની વાત કરીએ તો, તે 2022-23માં 37.42% વધીને 3,07,352 કરોડ રૂપિયા રહ્યો છે. તે 2021-2022માં 2,23,658 રહ્યો હતો.

5 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન

નાણાકીય વર્ષ

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રૂ.માં)

2018-19

11.36 લાખ કરોડ

2019-20

10.50 લાખ કરોડ

2020-21

9.45 લાખ કરોડ

2021-22

14.12 લાખ કરોડ

2022-23

16.61 લાખ કરોડ

ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ વચ્ચે તફાવત
જે ટેક્સ સામાન્ય માણસ પાસેથી સીધો વસૂલવામાં આવે છે તેને ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. ડાયરેક્ટ ટેક્સમાં કોર્પોરેટ અને પર્સનલ ઇન્કમ ટેક્સનો સમાવેશ થાય છે. શેર અથવા અન્ય મિલકતો પરના ટેક્સને પણ ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. જે ટેક્સ સામાન્ય જનતા પાસેથી સીધો લેવામાં આવતો નથી પરંતુ તેની વસુલાત સામાન્ય જનતા પાસેથી કરવામાં આવે છે તેને ઈનડાયરેક્ટ ટેક્સ કહે છે. જેમાં એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, GSTનો સમાવેશ થાય છે.

પહેલા દેશમાં અનેક પ્રકારના ઈનડાયરેક્ટ ટેક્સ હતા. પરંતુ 1 જુલાઈ, 2017થી તમામ ઈનડાયરેક્ટ ટેક્સ GSTમાં સામેલ થઈ ગયા છે. જો કે, પેટ્રોલિયમ ઉત્પાદનો અને દારૂ પરના ટેક્સને હાલ માટે GSTના દાયરામાંછી બહાર રાખવામાં આવ્યા છે. ટેક્સ કલેક્શન કોઈપણ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરનારું માનવામાં આવે છે. ભારતમાં આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સારું રહ્યું છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે GST કલેક્શન
નાણાકીય વર્ષ 2022-23માં કુલ 18.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. તેના આધારે દર મહિને GST કલેક્શનનો સરેરાશ આંકડો 1.51 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ મહિનામાં સૌથી વધુ GST કલેક્શન થયું હતું. એપ્રિલમાં તે 1.67 લાખ કરોડ રૂપિયા હતું. આ પછી, માર્ચ 2023માં સૌથી વધુ GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ GST કલેક્શન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post