• Home
  • News
  • GPSCની પરીક્ષા મોકૂફ:2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ, નવી તારીખ વેબસાઈટ પર જાહેર થશે
post

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-07 17:32:10

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની આતુરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી 2, 9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે.

9 એપ્રિલે પંચાયત સેવા મંડળની પરીક્ષા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 29 જાન્યુઆરી 2023ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે 09 એપ્રિલ 2023ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.

લેખિતમાં જાહેરાત કરી
આજે GPSCએ જાહેરાત કરી છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એપ્રિલ 2023ના રોજ વહીવટ/હિસાબની જુનિય૨ ક્લાર્કની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવ્યું છે. ત્યારે GPSC દ્વારા તા. 2, 9, 16 એપ્રિલ 2023ના રોજ યોજાના૨ી (જા.ક્ર. 20/2022-23) ગુજરાત વહીવટી સેવા, વર્ગ- 1અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરી છે. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયે આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.

GPSCએ અગાઉ પણ એક પરીક્ષા મોકૂફ રાખી હતી
GPSC
એ ગઈ 2 માર્ચે પણ એક પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી, જેમાં 26 માર્ચે લેવાનારી મદદનીશ ઇજનેર વર્ગ 2ની પ્રાથમિક કસોટી મુલતવી રાખી હતી. આ પરીક્ષાની નવી તારીખો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર જલદી મુકાશે, એવું જાહેર કર્યું હતું. GPSCની 26 માર્ચે આયોજિત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલપૂરતી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post