• Home
  • News
  • રેતાળ રાજસ્થાનમાં લીલોછમ ગાલીચો, પ્રિ-મોન્સૂન વરસાદથી વૃક્ષોમાં પ્રાણ ફૂંકાયો
post

ઝાલાનાની પહાડીઓનો ડ્રોન નજારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:07:32

બુંદી: રાજસ્થાનની રેતાળ જમીન પર હરિયાળીનો આવો નજારો ભાગ્યેજ દેખાય છે. અહીં બુંદીથી પસાર થતી રાજસ્થાનની સૌથી લાંબી ટ્વિન્સ ટનલ ઉપર ઝાલાનાની પહાડીઓ પર પથરાયેલો આ લીલોછમ ગાલીચો કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરે છે. આ વખતે ચોમાસુ આવ્યા પહેલા મહિનાઓ સુધી અહીં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેના કારણે આ રેતાળ પ્રદેશના અનેક વિસ્તારોમાં હરિયાળી સોળેય કળાએ ખીલી ઉઠી છે. 

રાજસ્થાનની સૌથી લાંબી ટનલ, દેશમાં આઠમો નંબર 

·         આ ટનલ જયપુરને આગરા સાથે જોડે છે, જે ઘાટ કી ગુણીના નામે પ્રસિદ્ધ છે. 

·         નેશનલ હાઈવે 52 પર 2013માં 2.8 કિ.મી. લાંબી આ ટનલ બની હતી. 

·         તેનો ખર્ચ રૂ. 120 કરોડ થયો હતો, જે દેશની આઠમા નંબરની સૌથી લાંબી ટનલ છે. 

·         પ્રદૂષણથી બચવા ટનલમાં 9 જેટ ફેન લગાવાયા છે. 

·         જયપુર-કોટાનું અંતર છ કિ.મી., સમય 20 મિનિટ ઘટ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post