• Home
  • News
  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ, ગાંધીનગરમાં ઉપવાસ ઉતરેલા સુરતના યુવાનની તબિયત લથડી
post

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતરેલા સુરતના યુવાન સચિન સંઘાણી (ઉ.વ.28)ની તબિયત લથડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 13:38:10

અમદાવાદઃ બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતરેલા સુરતના યુવાન સચિન સંઘાણી (ઉ.વ.28)ની તબિયત લથડી છે. જેને પગલે તેને આજે સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પહેલા ગત બુધવારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાને લઈ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ આંદોલનમાં કોંગ્રેસ અને અન્ય સામાજિક આગેવાનો જોડાયા હતા. પરંતુ બીજા જ દિવસે સરકારે (SIT)ની રચના કરતા મોટા ભાગના આંદોલનકારીઓએ સ્થળ છોડી દીધું હતું. જો કે હજુ પણ સ્થળ પર અમુક પરીક્ષાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે.

આ પહેલા રાજ્ય સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ સીટ 10 દિવસમાં તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે. સીટની રચનાની જાહેરાત થતા જ આંદોલનની પહેલ કરનાર શિક્ષક અને કર્મશીલ યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી પરીક્ષાર્થીઓને આંદોલન આડકતરી રીતે સમાપ્ત કરી દેવા માટે સંકેત આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post