• Home
  • News
  • ગુજરાત કોરોના ટેસ્ટમાં ફેલ, ત્રણ માસમાં માત્ર 27% જ RT-PCR
post

આવી છે રાજ્યોમાં RTPCR ટેસ્ટિંગની સ્થિતિ, ખરેખર ટેસ્ટનો આંકડો 70% હોવો જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-09 12:50:49

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં ફરી કહ્યું કે, કુલ ટેસ્ટના 70% ટેસ્ટ RT-PCR જ હોવા જોઈએ. આમ છતાં, રાજ્યો રેપિડ એન્ટિજન ટેસ્ટ જ વધુ કરી રહ્યા છે અને સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે RT-PCR ટેસ્ટ સતત ઘટાડ્યા છે.

આ રાજ્યોમાં સંક્રમણ વધવાનું આ એક કારણ છે. ફેબ્રુઆરી સુધી દેશમાં સરેરાશ 58% ટેસ્ટ RT-PCR થતા હતા. હવે સંક્રમણ બેકાબૂ थयुછે, ત્યારે દેશમાં 61% ટેસ્ટ જ RT-PCRથઈ રહ્યા છે. 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અડધા એવા છે, જે 50% ટેસ્ટ પણ RT-PCR નથી કરતા.

ફક્ત 12 રાજ્ય એવા છે, જે 70% કે તેનાથી વધુ RT-PCRટેસ્ટ કરી રહ્યા છે. પાંચ રાજ્ય એવા છે, જે 50%થી વધુ, પરંતુ નક્કી માત્રાથી ઓછો RT-PCRટેસ્ટ કરી રહ્યા છે. 12 રાજ્ય 40% કે ઓછા RT-PCRટેસ્ટ કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, રાજ્યોમાં RT-PCRટેસ્ટ ઓછા થઈ રહ્યા છે. આ આંકડો 70% જેટલો હોવો જોઈએ.

RT-PCR ટેસ્ટ જ કેમ?
ICMRના વિજ્ઞાની ડૉ. સમીરન પાંડાના મતે, એન્ટિજન ટેસ્ટમાં સેન્સિટિવિટી ઓછી હોય છે, જેથી ક્યારેક ખોટા રિપોર્ટની આશંકા રહે છે. તેનું પરિણામ ફક્ત 15 મિનિટમાં મળી શકે છે. પરંતુ લક્ષણો હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય એવા દર્દીઓએ RT-PCRટેસ્ટ કરાવવો જોઈએ એવો નિર્દેશ પણ છે.

70%થી વધુ ટેસ્ટ આરટીપીસીઆરથી

રાજ્ય

ટકાવારી

તમિલનાડુ

98.1

રાજસ્થાન

97.1

હરિયાણા

91.5

પંજાબ

76

મધ્યપ્રદેશ

73.9

મોટા રાજ્યમાં ગુજરાત, છત્તીસગઢનો દેખાવ કંગાળ

રાજ્ય

ટકાવારી

કેરળ

45.7

ઉત્તરપ્રદેશ

45.5

ઉત્તરાખંડ

40.4

ઓડિશા

32

છત્તીસગઢ

30.6

ગુજરાત

27

RT-PCRની ગતિ મંદ, પરંતુ સંક્રમણનો ફેલાવો વધુ

16 ફેબ્રુ.

58.80%

23 ફેબ્રુ.

53.40%

02 માર્ચ

50.10%

09 માર્ચ

63.90%

16 માર્ચ

62.90%

23 માર્ચ

63.10%

30 માર્ચ

62.00%

06 એપ્રિલ

61.20%

 

adv

Related News

post
post
post
post
post
post
post