• Home
  • News
  • ગુજરાતી વિદ્યાર્થીઓની વ્યથા:​​​​​​​પોલેન્ડ પહોંચ્યા પૈસા ભેગા કરી બસ લીધી, હવે 4-4 બેગ સાથે 30 કિ.મી ચાલીને જવું પડશે, નેટવર્ક નથી, પ્રેગ્નેન્ટ વુમન પેઈનથી પીડાય છે
post

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીએ પોતાની સાથે અન્ય 71 વિદ્યાર્થીઓની વ્યસ્થા જણાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-26 14:25:16

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને પગલે હાલમાં યુક્રેનમાંથી હજારો ભારતીઓ અલગ-અલગ બસોમાં પોલેન્ડ તરફ જઈ રહ્યા છે. 71 વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર તરફ લઈ જતી બસ બોર્ડરથી 30 કિ.મીના અંતરે ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ છે. તો હવે તમામ વિદ્યાર્થીઓએ બોર્ડર પર પહોંચવા 30.કિ.મી.ની યાત્રા ચાલતા પાર કરવી પડશે. આ સ્થિતિ વચ્ચે એક ગુજરાતી વિદ્યાર્થીએ ગુજરાતી ભાષામાં પોતાની વ્યસ્થા અને મદદની માંગ કરતો વીડિયો શેર કર્યો છે.

ચાલતા પોલેન્ડ તરફ જઈ રહેલા વિદ્યાર્થીઓમાંથી એક ગુજરાતી વિદ્યાર્થીએ ગુજરાતી ભાષામાં સરકાર પાસે મદદની આશા સાથે વીડિયો બનાવ્યો હતો, જેમા તે કહે છે કે, અમે પૈસા ભેગા કરીને એક બસ બુક કરાવી હતી જે અમને પોલેન્ડ બોર્ડર સુધી લઈ જવાની હતી. પરંતુ હાલમાં પોલેન્ડ બોર્ડર સુધી 40 કિ.મી સુધીનો ટ્રાફિક જામ છે અને અમારી બસ પણ બોર્ડરથી 30 કિ.મી દૂર છે. ત્યારે હવે અમને અહીંયાથી બોર્ડર સુધી ચાલતા જવા માટે કહીં દેવામાં આવ્યું છે. અહીં હાલ સ્થિતિ ખુબ જ ખરાબ છે. ફોનમાં નેટવર્ક નથી અને અમારી પાસે 4-4 બેગ છે જેને લઈને અમારે 30 કિ.મી સુધી ચાલીને જવું પડશે.


71 વિદ્યાર્થીઓ પોલેન્ડથી 30 કિ.મી દુર

આટલું ચાલ્યા બાદ પણ જ્યારે બોર્ડર પહોંચીશું ત્યારે ત્યાં કોઈ મદદ મળશે કે નહીં તેની ખબર નથી. સાથે જ ઈન્ડિયન એમ્બેસી સાથે પણ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. હાલમાં અમે બધી જગ્યાએથી ફસાઈ ગયા છે. તો અમારી સરકારને અપીલ છે કે અમારી મદદ માટે કઈક કરે. આ બસમાં આશરે 71 જેટલા વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે પોલેન્ડ બોર્ડર નજીક પહોંચવા ગઈકાલે રાત્રે એક બસ બુક કરાવી હતી. પરંતુ આશરે 30 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે તેમને 30 કિ.મી દુર ઉતારી મુક્યામાં આવ્યા છે. જ્યાંથી હવે તેઓ ચાલતા ચાલતા પોલેન્ડ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, 'અમને એમ્બેસી દ્વારા કાંઈ સંતોષ જનક જવાબ નથી મળી રહ્યો'.


adv

Related News

post
post
post
post
post
post
post