• Home
  • News
  • હાફિઝ સઈદના પુત્ર પર હવે કાર્યવાહી:ભારતે તાલ્હાને આતંકવાદી જાહેર કર્યો; તે બાપની જેમ ભારત સામે ઝેર ઓકતો હતો
post

26/11ના મુંબઈ હુમલામાં હાફિઝના પુત્રની પણ મહત્વની ભૂમિકા હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-09 16:18:27

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્ર તાલ્હા સઈદને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર, તાલ્હા ભારતમાં લશ્કર-એ-તૈયબા માટે ભરતી, ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદી યોજનાઓ બનાવવા માટેનું કામ કરે છે.

તાલ્હા 26/11ના આતંકી હુમલામાં સામેલ હતો
ગૃહ મંત્રાલયે કહ્યું કે તાલ્હા સઈદને UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે લશ્કરની મૌલવી પાંખનો વડો છે અને ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મળતી માહિતી મુજબ 26/11ના મુંબઈ હુમલામાં હાફિઝના પુત્રની પણ મહત્વની ભૂમિકા હતી. તાલ્હા સક્રિય રીતે પાકિસ્તાનમાં લશ્કરના કેન્દ્રોની મુલાકાત લેતી વખતે, તે ભારત અને ઘણા પશ્ચિમી દેશો સામે જેહાદનો પ્રચાર કરી રહ્યો છે.

ઇન્ટરપોલ પણ કાર્યવાહી કરી શકે છે
પાકિસ્તાનમાં હાફિઝ સઈદના ઘર પાસે થયેલા બ્લાસ્ટ બાદ તાલ્હા સઈદ છેલ્લે જાહેરમાં જોવા મળ્યો હતો. તે બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે હોસ્પિટલ પણ ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે ભારત બાદ UNના ઇન્ટર પોલ પણ તાલ્હા સામે કડક કાર્યવાહી કરી શકે છે.

હાફિઝ સઈદને પણ 32 વર્ષની સજા ફટકારવામાં આવી છે
આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે હાફિઝ સઈદને ટેરર ફંડિંગના બે કેસમાં 32 વર્ષની સજા સંભળાવી છે. તેના પર 3.40 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે જ અમેરિકાએ પણ હાફિઝ સઈદ પર કરોડો રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post