• Home
  • News
  • સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન હશે WHO કાર્યકારી બોર્ડના આગામી ચેરમેન, 1 વર્ષ માટે મળશે જવાબદારી
post

ભારતમાં કોરોના સામે લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા ડોક્ટર હર્ષવર્ધન પોતાનો કાર્યભાર 22 મેએ સંભાળી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:47:01

નવી દિલ્લી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન ટૂંક સમયમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળશે. તે જાપાનના ડો.હિરોકી નકતાનીની જગ્યા લેશે. 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં મંગળવારે ભારત તરફથી દાખલ કરવામાં આવેલા હર્ષવર્ધનના નામ પર સર્વસંમતિથી મહોર મારવામાં આવી. આ પહેલાં WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રૂપે ત્રણ વર્ષ માટે ભારતને બોર્ડ મેમ્બર્સમાં સામેલ કરવા પર સહમતિ આપી હતી.

ભારત પાસે 1 વર્ષ ચેરમેન પદ રહેશે :

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 22 મેએ એક્ઝીક્યુટીવ બોર્ડની બેઠક થવાની છે. તેમાં હર્ષવર્ધનનું ચૂંટાઈ આવવું નક્કી છે. ગયા વર્ષે નક્કી થયું હતું કે આગામી એક વર્ષ માટે આ પદ ભારત પાસે રહેશે. હર્ષવર્ધન એક્ઝીક્યુટીવ બોર્ડની મીટિંગની અધ્યક્ષતા કરશે. આ મીટિંગ વર્ષમાં બે વાર થાય છે. પહેલી જાન્યુઆરી અને બીજી મેના અંતમાં.

વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં પસંદ કરવામાં આવે છે બોર્ડના સભ્ય :

WHOના એક્ઝીક્યુટીવ બોર્ડમાં સામેલ 34 સભ્ય સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કુશળ જાણકાર હોય છે. જેને 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં 3 વર્ષ માટે બોર્ડમાં પસંદ કરવામાં આવે છે. પછી તે સભ્યોને 1-1 વર્ષ માટે ચેરમેન બને છે. આ બોર્ડનું કામ હેલ્થ અસેમ્બલીમાં નક્કી થનારા નિર્ણય અને નીતિઓને બધા દેશોમાં યોગ્ય રીતે લાગૂ કરવાની હોય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post