• Home
  • News
  • 26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ
post

સંક્રમણના કારણે પૂર પ્રભાવિત લોકો ઘરે આવી રહ્યા છે, અહીંયા રોજી રોટીનું સંકટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 11:53:50

ગુવાહાટી: આસામના 33માંથી 26 જિલ્લામાં ભારે વરસાદ, ભીષણ પૂર અને ભૂસ્ખલનના સંકજામાં આવ્યા છે. આનાથી અત્યાર સુધી અહીંયા 105 લોકોના મોત થઈ ચુક્યા છે. લગભગ 27.64 લોકો પ્રભાવિત થયા છે. રાહત કેન્દ્રમાં લગભગ 18 હજાર લોકો છે. દિબ્રૂગઢ જિલ્લાના રોંગમોલા ગામના શ્યામલ દાસ(39) બે દિવસ પહેલા રાહતકેન્દ્રમાંથી પાછા ઘરે આવ્યા છે. પૂરના કારણે વાંસમાંથી બનાવાયેલું તેમનું ઘર પુરી રીતે ખરાબ થઈ ગયું છે. પત્ની અને બે બાળકો સાથે શ્યામલ ઘરે તો આવ્યા છે, પણ હવે રોજગારીની ચિંતા સતાવી રહી છે.

શ્યામલે કહ્યું કે, ‘લોકડાઉન પછી કામધંધો બધુ બરબાદ થઈ ગયું હતું, હવે પૂરે જીવન બરબાદ કરી નાંખ્યુ. નાની કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. હવે આગળના બધા રસ્તા બંધ થઈ ગયા છે. ખેતરની જમીન પહેલાથી જ પૂર અને ભૂસ્ખલનમાં જતી રહી. છ દિવસથી અમે સુહાગી દેવી શાળામાં બનાવાયેલા અસ્થાયી રાહતકેન્દ્રમાં રહેતા હતા. સંક્રમણના જોખમના કારણે ઘરમાં પૂરનું પાણી ઓછું થતાની સાથે પાછા આવી ગયા છીએ.હંમેશા એક ડર લાગે છે કે રાહતકેન્દ્રમાં ક્યાંક કોરોના ના ફેલાઈ જાય

ઘણા લોકો તો તંબૂ બનાવીને ઊંચી જગ્યાઓ પર રહેવા માંડ્યા 
ઘણા પૂર પીડિત લોકો ઊંચી જગ્યાએ પ્લાસ્ટિકથી તંબૂ બનાવી રહેતા હતા જેથી સોશિયલ ડિસટન્સીંગ જળાવાઈ રહે. અમે 1998થી સતત દર વર્ષે પૂરના સમયે રાહતકેન્દ્રોમાં શરણ લઈ રહ્યા છીએ, પરંતુ આટલી બીક તો ક્યારેય નથી લાગી.શ્યામલના ગામથી લગભગ બે કિમી દૂર મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું પૈતૃક ગામ મુકુલ છે. અહીંયા પણ પૂરે ભારે નુકસાન કર્યું છે. અહીંયા લગભગ 100 પૂર પ્રભાવિત પરિવારોએ સ્થાનિક વિષ્ણુ રાભા સભાગારમાં શરણ લીધા છે.

12 લાખ લોકો પ્રભાવિત

·         બરપેટા જિલ્લાના કલેક્ટર મુનીન્દ્ર શર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમારા જિલ્લામાં અંદાજે 739 ગામ પૂરથી પ્રભાવિત થયા છે. અંદાજે 12 લાખ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 15 લોકોના જીવ ગયા છે. ભૂટાન 10 દિવસથી સતત પાણી છોડે છે. જો તેઓ રોજ 1000થી 1500 ક્યૂમેક્સ પાણી છોડશે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. બીજી બાજુ પૂરના કારણે કાજીરંગા નેશનલ પાર્કમાં 96 પશુના મોત થયા છે.

·         પાર્કમાં કુલ 223 ટેન્ટમાંથી 99 ટેન્ટ પૂરમાં ડૂબી ગયા છે. છ ટેન્ટ ખાલી કરાવા પડ્યા છે. આસામના મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્માએ કહ્યું છે કે, જિલ્લા પ્રશાસનના અધિકારીઓને કહ્યું છે કે, રાહત શિબિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતુ ધ્યાન રાખવામાં આવે. રાહત શિબિરો બનાવવા માટે પહેલેથી જ એવી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. અહીં જરૂર પડશે તો ક્વોરન્ટિન સેન્ટર પણ બનાવવામાં આવશે. પહેલાંની સરખામણીએ આ વખતે કોરોનાના કારણે પૂરને પડકાર આપવું વધારે મુશ્કેલ છે.

·         આટલી મોટી સંખ્યાના લોકોને કોરોના ગાઈડલાઈન અંતર્ગત રાહત શિબિરોમાં સુરક્ષિત રાખવા સરળ નથી. તેમ છતાં સાવચેતી રાખવામાં આવી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનર પંકજ ચક્રવર્તીએ કહ્યું છે કે, અમુક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટ્યું છે, પરંતુ આસામના નીચેના વિસ્તારમાં પાણી હજી પણ જોખમી નિશાન કરતા વધારે છે. ગ્વાલપાડા જિલ્લા કલેક્ટર વર્નાલી ડેકાએ કહ્યું કે, પ્રભારીઓને શિબિરોની જવાબદારી આપવામાં આવી છે. તેમને સોશિયલ ડિસ્ટન્સિંગની માહિતી આપવામાં આવી છે.

આસામમાં 40% હિસ્સો પૂર પ્રભાવિત, દર વર્ષે 50-60 લાખ લોકોને અસર થાય છે

·         નેશનલ ફ્લડ કમિશનના જણાવ્યા પ્રમાણે, આસામનો 31,500 સ્ક્વેર ફૂટ વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. એટલે કે અંદાજે 40% હિસ્સો. તેનું મોટુ કારણ એ છે કે, આસામ મોટાભાગે નદી કિનારે જ આવેલું છે. તેનો કુલ વિસ્તાર 78,438 સ્ક્વેર ફૂટ છે. તેમાં 56,194 સ્ક્વેર ફૂટ બ્રહ્મપુત્ર નદી ઘાટીમાં છે. અને બાકી 22,244 સ્ક્વેર ફૂટ બરાક નદી ઘાટીમાં છે.

·         દર વર્ષે પૂરના કારણે આસામને અંદાજે 200 કરોડનું નુકસાન થાય છે. 1998ના પૂરમાં 500 કરોડ અને 2004માં 771 કરોડનું નુકસાન થયું છે. આસામ સરકારના જણાવ્યા પ્રમાણે 1954,1962, 1972, 1977, 1984, 1988, 1998, 2002 અને 2004માં રાજ્યમાં ભયંકર પૂર આવ્યું છે. તે પછી પણ દર વર્ષે ત્રણથી ચાર વખત પૂરની સ્થિતિ સર્જાય જ છે.

·         સાડા ત્રણ કરોડની વસતી ધરાવતા આસામમાં દર વર્ષે 50-60 લાખ લોકો પ્રભાવિત થાય છે. ગૃહ મંત્રાલયમા જણાવ્યા પ્રમાણે 22મે થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના 4,766 ગામ પૂરથી પ્રભાવિત થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post