• Home
  • News
  • હેનરિ વાવાઝોડાને પગલે ટેનેસી રાજ્યમાં 17 લોકોના મોત, 50થી વધારે લાપતા..
post

henri_tornado_usa_henri

Written By nirav govani | Ahmedabad | Published: 2021-08-23 02:14:22

વોશિગ્ટન ડીસી,

અમેરિકા પર હાલ હેનરિ વાવાઝોડાને પગલે ભારે નુકશાન થવા પામ્યુ છે. ટેનેસી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં હેનરિ વાવાઝોડાને પગલે 17 લોકોના મૃત્યુ થયા છે. અને 50 થી વધારે લોકો ગુમ થયા છે.

ટેનેસી રાજ્ય પર શનિવારે હેનરિ વાવાઝોડુ ત્રાટક્યુ હતુ. જેના પગલે ટેનેસી ખાતે ભારે નુકસાન થયુ છે. એટલુ જ નહીં વાવાઝોડાને પગલે 17 લોકોના મૃત્યુ થયા છે. અને 50થી વધારે લોકો લા-પતા છે. સ્થાનીક તંત્રએ આ અગેં જણાવ્યુ હતું કે, ગુમ થયેલા લોકોમાં બાળકોનો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જો કે તેમને શોધવાની કામગીરી ચાલુ છે. હેનરિ વાવાઝોડુ આગળ વધતા ન્યુ યોર્ક અને ન્યુ ઝર્સી પર જોખમ તોળાઇ રહ્યુ છે. જો કે, સ્થાનીક તંત્ર એલર્ટ છે.  

adv

Related News

post
post
post
post
post
post
post