• Home
  • News
  • હીરો મોટોકોર્પે નિરંજન ગુપ્તાને CEO બનાવ્યા:1 મેથી પવન મુંઝાલની જગ્યા લેશે, 6 વર્ષથી કંપનીમાં CFOની જગ્યા સંભાળી રહ્યા છે
post

ગુપ્તા હાલમાં કંપનીમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO), હેડ-સ્ટ્રેટેજી અને M&A તરીકે કામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:03:49

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે ગઈકાલે નિરંજન ગુપ્તાને CEOની જગ્યા પર પ્રમોટ કરવાની જાહેરાત કરી છે. તે 1 મે, 2023થી વર્તમાન CEO ડૉક્ટર પવન મુંઝાલની જગ્યા લેશે. કંપનીએ જણાવ્યુ કે, મુંઝાલ કંપનીનાં એક્ઝેક્યુટિવ ચેરમેન અને બોર્ડનાં હોલ-ટાઈમ ડાયરેક્ટર બની રહેશે. કંપનીએ કહ્યું કે, તે નવા CFOના નામની જાહેરાત પાછળથી કરશે.

6 વર્ષથી CFOની જગ્યા પર કામ કરી રહ્યા છે ગુપ્તા
ગુપ્તા હાલમાં કંપનીમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO), હેડ-સ્ટ્રેટેજી અને M&A તરીકે કામ કરી રહ્યા છે. OEMના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષમાં નિરંજને ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણને નેવિગેટ કરીને કંપનીનાં નાણાકીય સ્થિતિને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હાર્લી ડેવિડસન અને ઝીરો મોટરસાયકલો જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે નોંધપાત્ર ભાગીદારી કરવામાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુપ્તાનો અનુભવ
નિરંજન ગુપ્તા 25 વર્ષથી વધુ સમયથી ફાઇનાન્સ, મર્જર અને એક્વિઝિશન, મેન્ટલ અને માઇનિંગ, સપ્લાય ચેઇન અને કન્ઝ્યુમર ગુડ્સ અને ઓટોમોબાઇલ્સ સહિતનાં બિઝનેસ સેક્ટરમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે. ગુપ્તાએ એથર એનર્જી, HMC MM ઓટો અને HMCL કોલંબિયાનાં બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. હીરો મોટોકોર્પ પહેલા તેણે વેદાંતામાં 3 વર્ષ અને યુનિલિવરમાં 20 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે જુદી-જુદી ભૂમિકાઓ ભજવી છે.

ઝીરો મોટરસાયકલ સાથે ડીલ સાઈન કરી
કંપનીએ તાજેતરમાં જ ઝીરો મોટરસાઇકલ સાથે એક ડીલ સાઇન કરી હતી. ઝીરો મોટરસાયકલને યુ.એસ.માં ઇલેક્ટ્રિક મોટરસાયકલો અને પાવરટ્રેઈન્સમાં અગ્રણી ખેલાડી માનવામાં આવે છે. સપ્ટેમ્બર 2022માં હીરો મોટોકોર્પનાં બોર્ડે કેલિફોર્નિયા સ્થિત ઝીરો મોટરસાયકલ્સમાં યુપીનાં 60 મિલિયન ડોલર (લગભગ 585 કરોડ રૂપિયા) સુધીનાં ઇક્વિટી રોકાણને મંજૂરી આપી હતી.

બી ધ ફ્યુચર ઓફ મોબિલિટી
ઝીરો મોટરસાઇકલ્સ સાથે ડીલ સાઈન કર્યા પછી, કંપનીએ કહ્યું હતું કે તેના વિઝન બી ધ ફ્યુચર ઓફ મોબિલિટીહેઠળ હીરો મોટોકોર્પે ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કોલોબ્રેશનની સીરિઝ દ્વારા ઇલેક્ટ્રિક મોબિલિટી સ્પેસને સંબોધિત કરી રહી છે.

આ સમયે હીરો મોટોકોર્પનાં ચેરમેન અને CEO પવન મુંજાલે જણાવ્યું હતું કે, ‘ઝીરો મોટરસાઈકલ્સ સાથેની આ ભાગીદારી વાહન ક્ષેત્રમાં વધુ સારી ટેકનોલોજીનાં યુગને શરૂ કરવાની દિશામાં અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સિમાચિહ્નરૂપ છે. ઝીરો મોટરસાઇકલ્સનાં CEO સેમ પાશેલે જણાવ્યું હતું કે, ‘બંને કંપનીઓ રાઇડિંગ એક્સપિરિયન્સ અને નવી પ્રોડક્ટ્સ લાવવા માટે પ્રતિબદ્ધ છે, જે દુનિયા માટે નોંધપાત્ર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post