• Home
  • News
  • પાકિસ્તાનમાં હિન્દુ સંગઠને કહ્યું- જો યુએઇ જેવો મુસ્લિમ દેશ મંદિર બનાવી શકે તો પાક. કેમ નહીં?
post

સાંસદનો સરકારને સવાલ - શું હિન્દુ ટેક્સ ચૂકવતા નથી?

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 10:42:42

પાકિસ્તાનમાં હિન્દુ કાઉન્સિલે મંદિરોની ઉપેક્ષા અંગે કટ્ટરપંથીઓ પર નિશાન તાક્યું હતું. કાઉન્સિલના પદાધિકારી બેઠકમાં એ વાત પર સંમત થયા કે મંદિર હિન્દુ સમુદાયની જરૂરિયાત છે. આ મામલાને નકારી ના શકાય. બેઠક પછી કાઉન્સિલ સાથે સંકળાયેલા સાંસદ લાલચંદ માલ્હી અને એક્ટિવિસ્ટ કૃષ્ણા શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

માલ્હીએ કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં મંદિર બનાવવા નવાઝ શરીફ સરકારે જમીન આપી હતી. વિરોધી એ વાત પર વાંધો દર્શાવે છે કે મુસ્લિમ કરદાતાઓના પૈસા હિન્દુઓનાં મંદિરો પાછળ કેમ ખર્ચાય? અમારો સવાલ એ છે કે શું હિન્દુ પાકિસ્તાનમાં ટેક્સ ચૂકવતા નથી? સરકારે ગત 70 વર્ષમાં મંદિરોના નિર્માણ પાછળ પૈસા ખર્ચ કર્યા નથી. વિરોધીઓનો બીજો વાંધો એ છે કે ઈસ્લામિક દેશોમાં હિન્દુ મંદિર ન બનવા જોઈએ. એનો જવાબ એ છે કે જ્યારે યુએઇ જેવો ઈસ્લામિક દેશ મંદિર બનાવી શકે છે તો પાકિસ્તાનમાં કેમ નહીં?

શર્માએ કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં 3 હજાર હિન્દુ રહે છે. એમાંથી મોટા ભાગના સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાથી આવ્યા છે. આ લોકોએ ત્યાં ઉપેક્ષા અને અન્યાયનો સામનો કર્યો છે. મંદિરનો મામલો રાજકીય નહીં, સામાજિક છે. અમે મુસ્લિમ ભાઈઓ અને તેમનાં સંગઠનોની વાત સાંભળવા તૈયાર છીએ. ઈસ્લામાબાદમાં હિન્દુઓનાં લગ્ન અને તહેવારો માટે પણ જગ્યાની જરૂર છે. ઈસ્લામાબાદમાં મંદિર બનવાથી પાકિસ્તાનની છબિ દુનિયા સમક્ષ સુધરશે. ખાસ કરીને જ્યારે ભારતમાં મોદીસરકાર લઘુમતીઓ માટે સારાં કામ કરી રહી છે.

સરકાર વિરુદ્ધ વિપક્ષી દળો આવતા મહિને દેખાવો કરશે
પાકિસ્તાનનાં મુખ્ય વિપક્ષી દળોએ વડાપ્રધાન ઈમરાન ખાનના તાત્કાલિક ધોરણે રાજીનામાની માગ કરી હતી. મુખ્ય વિપક્ષી દળોએ ખાનસરકારને હટાવવા દેશભરમાં દેખાવો કરવા ગઠબંધન કર્યું છે. એને પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ નામ અપાયું છે. ગઠબંધન ઈમરાન ખાનસરકાર વિરુદ્ધ ઓક્ટોબરથી દેશભરમાં દેખાવો કરશે. આ ક્રમ ડિસેમ્બર સુધી ચાલશે અને આગામી વર્ષે જાન્યુઆરીમાં ઈસ્લામાબાદ માટે લોન્ગ માર્ચનું આયોજન કરાશે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની આગેવાનીમાં મુસ્લિમ લીગ-નવાઝ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ ફજલ અને અન્ય પાર્ટીઓએ સર્વપક્ષીય બેઠકમાં 26 મુદ્દાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post