• Home
  • News
  • ઐતિહાસિક તળિયું : રૂપિયો પ્રથમ વખત 78ને પાર
post

ભારતીય કરન્સી રૂપિયો ડોલરની સામે આજે ઈતિહાસમાં પ્રથમ વખત 78 પ્રતિ યુએસ ડોલરને પાર નીકળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-13 10:12:44

અમદાવાદ: શેરબજારમાં વેચવાલીના કારણે બજારમાં ફરી સલામતી તરફ દોટ જોવા મળી રહી છે. વિદેશી ફન્ડ્સની સતત વેચવાલીને કારણે  ભારતીય ફોરેકસ અનામત ઘટી રહી છે.  આજે બજાર ખુલતા ડોલર સામે રૂપિયો વધુ ૩૮ પૈસા ઘટી ૭૮.૨૧ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયો છે. ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલી અને સામે પક્ષે ક્રૂડ-ડોલરની તેજી ભારતીય રૂપિયા પર દબાણ સર્જી રહી છે. રૂપિયો ડોલરની સામે સોમવારના શરૂઆતી સેશનમાં જ ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે.

ભારતીય કરન્સી રૂપિયો ડોલરની સામે આજે ઈતિહાસમાં પ્રથમ વખત 78 પ્રતિ યુએસ ડોલરને પાર નીકળ્યો છે. નવા સપ્તાહની શરૂઆતમાં જ બેંચમાર્ક ઈન્ડાયસિસ 2.50%થી વધુ નીચે ખુલતા અને બ્રેન્ટ ક્રૂડ ચીનમાં કોરોનાનો ઓછાયો ઓસરવા છતા અને પાબંદીઓ હટવા છતા 121 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સામે પક્ષે ડોલર ઈન્ડેકસ અડધા ટકાના ઉછાળે 104.40 પર પહોંચતા રૂપિયામાં ઘસારો જોવા મળી રહ્યો છે. ડોલરની સામે ભારતીય રૂપિયો 77.83ના બંધની સામે 78.11ના ઓલટાઇમ લો સપાટીએ ખુલ્યો હતો અને 78.20ની આસપાસ કામકાજ કરી રહ્યો છે.

આ સિવાય 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ 7.60%ની આસપાસ કામકાજ કરી રહી છે. ભારતીય વેપાર ખાધ - ઊંચી આયાત સામે ઓછી નિકાસ - વિક્રમી સ્તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જોવા મળી રહી છે રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે..ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post