• Home
  • News
  • હોન્ડા હાઇનેસ CB350 બાઇકનાં છેલ્લાં 7 મહિનામાં 6,000 રૂપિયા સુધી ભાવ વધ્યાં, ઇન્ડિયન માર્કેટમાં રોયલ એન્ફિલ્ડને ટક્કર આપે છે
post

હોન્ડા હાઇનેસ CB350માં ઘણા ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-08 16:51:25

હોન્ડાએ ફરીથી તેની પાવરફુલ બાઇક હાઇનેસ CB350ની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ આ બાઇક ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરી હતી. તે સમયે તેના DLX મોડેલની કિંમત 1.85 લાખ રૂપિયા હતી. જો કે, થોડા મહિનામાં જ કંપનીએ આ મોડેલના ભાવ એક હજાર રૂપિયા વધારી દીધા હતા. હવે આ બાઇકની નવી કિંમત 1.90 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, આ બાઇક 7 મહિનામાં 5,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

હોન્ડા હાઇનેસ CB350 મોડેલના નવા ભાવ

મોડેલ

લોન્ચિંગ પ્રાઇસ

નવી કિંમત

DLX

1.85 લાખ રૂપિયા

1.90 લાખ રૂપિયા

DLX પ્રો

1.90 લાખ રૂપિયા

1.96 લાખ રૂપિયા

DLX વેરિઅન્ટ અત્યાર સુધી 5,000 રૂપિયા અને DLX પ્રો વેરિઅન્ટ 6,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે. આ બંને બાઇકની એક્સ-શો રૂમ કિંમત છે. ઇન્ડિયન માર્કેટમાં આ બાઇક રોયલ એન્ફિલ્ડને ટક્કર આપે છે.

હોન્ડા હાઇનેસ CB350ની ડિઝાઇન
કંપનીએ આ બાઇકને રેટ્રો ડિઝાઇન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં રાઉન્ડ LED હેડલેમ્પ્સ, સિંગલ-પોડ ઇન્સ્ટ્રુમેન્ટ, એલોય વ્હીલ્સ, ક્રોમ હેડલાઇટ્સ અને મોટી ફ્યુલ ટેંક, ક્રોમ ફેન્ડર્ડ, રિઅર શોક એબ્ઝોર્બર, રેટ્રો ટર્ન ઇન્ડિકેટર્સ અને રેટ્રો સ્ટાઇલ એક્ઝોસ્ટ પાઇપ આપવામાં આવી છે. બાઇકનાં એન્જિન અને મિરર પર પણ ઘણી જગ્યાએ ક્રોમ એલિમેન્ટ્સ જોવા મળશે.

એન્જિન ડિટેલ્સ
હાઇનેસ CB350માં 348.36ccનું સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5500rpm પર 20.8hp પાવર અને 3000rpm પર 30Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે કરવામાં આવ્યું છે.
બાઇકમાં બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ફ્રંટમાં 310mm અને રિઅરમાં 240mm ડિસ્ક આપવામાં આવી છે. ફ્રંટ સસ્પેન્શનમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં ટ્વીન શોક અબ્ઝોર્બર આપવામાં આવ્યું છે. ટાયર આગળની બાજુ 100 / 90-19 અને પાછળની બાજુ 130 / 70-18 ડાયમેન્શનના છે.
બાઇકની લંબાઈ 2163mm, પહોળાઈ 800mm અને ઉંચાઈ 1107mm છે. તેમાં ગ્રાઉન્ડ ક્લિઅરન્સ 166mm છે. હાઇનેસ CB350માં 15 લિટરની ફ્યુલ ટેંક અને 181 કિલોનું કર્બ વેટ છે.

ફર્સ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં

·         હોન્ડા હાઇનેસ CB350માં ઘણા ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે જેમ કે, હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ (HSVCS), હોન્ડા સિલેક્ટેડ ટોર્ક કંટ્રોલ (HSTC) અને એક આસિસ્ટન્ટ અને સ્લિપર ક્લચ.

·         HSVCS સાથે તમે તમારા સ્માર્ટફોનને બાઇક સાથે કનેક્ટ કરી શકો છો અને નેવિગેશન, મ્યૂઝિક, ફોન કોલ્સ અને ઇનકમિંગ મેસેજીસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો. HSTC ઉપરાંત, ડ્યુઅલ-ABS પણ સેફ્ટી ફીચર તરીકે મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post