• Home
  • News
  • કોરોના કાળમાં પેટ ખાલી:નાઈઝેરીયામાં સેંકડોની સંખ્યામાં લોકોએ બે ટંક ભોજન માટે વેરહાઉસિસમાં લૂંટ ચલાવી, ખાદ્ય ચીજવસ્તુઓ છૂપાવવાનો સરકાર પર આરોપ
post

સેંકડોની સંખ્યામાં લોકો ખાદ્ય ચીજવસ્તુઓ માટે વેરહાઉસ માં લૂટફાટ કરી હતી.નાઈઝેરીયા જેવા ગરીબ દેશોમાં કોરોનાના સમયમાં લોકોએ બે ટંક ભોજન અને બેરોજગારીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:49:28

આફ્રિકાના દેશ નાઈઝેરીયામાં કોરોનાને લીધે લોકડાઉનમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખાદ્યચીજવસ્તુઓ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાથી બીજી જગ્યા ભટકી રહ્યા છે. નાઈઝેરીયાના જોસ શહેરના એક વેરહાઉસમાં સંગ્રહ કરાયેલી ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા સેંકડોની સંખ્યામાં લોકોએ હુમલો કર્યો હતો. દેશમાં વિરોધ પ્રદર્શનકર્તાઓએ સ્થાનિક સરકાર પર સહાય માટેના ખાદ્યચીજવસ્તુઓને છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. લોકો વેરહાઉસની છત ઉપર ચડી ગયા હતા અને તે તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. નાઈઝેરીયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 62,111 કેસ નોંધાયા છે અને 1132 લોકોના મૃત્યુ થયા છે.

લોકો અનાજ તથા ચોખાની 50 કિલોની બેગ વેરહાઉસમાંથી લૂંટીને લઈ જતા હતા. સ્થાનિક પ્રધાનોએ ખાદ્ય સામગ્રી છૂપાવ્યાના આરોપને નકાર્યા હતા અને કહ્યું હતું કે આ ખાદ્ય સામગ્રી વિતરણની પ્રક્રિયા હેઠળ હતી. જે લોકો કોરોનાને લીધે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનની અસરનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સામગ્રી હતી.

રાજધાની અબુજાના એક વેહાઉસમાં સામૂહિક લૂંટ સમયે લોકો તેમના હાથમાં અને માથા ઉપર ફૂડ બેગ લઈ જઈ રહેલા દેખાય છે

કેટલાક દિવસ અગાઉ લાગોસમાં અનેક ઈમારતોને આગચાપી દેવામાં આવી હતી, સુપરમાર્કેટ્સમાં પણ લૂંટ ચલાવવામાં આવી હતી તેમ જ અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. દેશના તારાબા અને અડમાવા રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં ખાદ્યસામગ્રીની લૂંટ ચલાવવામાં આવી હોવાની માહિતી છે.

નાઈઝેરીયાના રાષ્ટ્રપતિ મુહામ્મદુ બુહારીએ રવિવારે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સ્થાનિક પ્રશાસને પણ લૂટફાટ અટકાવવા માટે અનેક પગલાં ભર્યા હતા. અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદ્યો હતો, પણ લોકો પર તેની ખાસ અસર થઈ ન હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post