• Home
  • News
  • કોરોનાના કેર વચ્ચે અમેરિકામાં વાવાઝોડું ત્રાટક્યું, 30થી વધુ મોત
post

10 લાખ ઘર અને દુકાનોની વીજળી ડૂલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:21:14

વોશિંગ્ટન: કોરોના વાઇરસના રોગચાળાથી બેહાલ અમેરિકામાં હવે વાવાઝોડાએ પણ કેર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વાવાઝોડાથી ભારે તબાહી સર્જાઇ છે અને 30થી વધુ લોકોનાં મોત થયાં છે.


સાઉથ કેરોલિનામાં 9 અને જ્યોર્જિયામાં 7 મોત

ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ વાવાઝોડાથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ટેક્સાસ, અરકાનસાસ, લુઇસિઆના, મિસિસિપી, અલબામા, જ્યોર્જિયા, નોર્થ અને સાઉથ કેરોલિના તથા ટેનેસીનો સમાવેશ થાય છે. મિસિસિપીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ત્યાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે સાઉથ કેરોલિનામાં 9 અને જ્યોર્જિયામાં 7 મોત થયાં છે. નોર્થ કેરોલિના, ટેનેસી અને અરકાનસાસમાં 1-1 મોત થયાની પુષ્ટિ થઇ છે. 10 લાખથી વધુ ઘરો, દુકાનો અને ઓફિસોમાં વીજળી ડૂલ થઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post