• Home
  • News
  • અમેરિકાના લુઈસિયાનામાં 164 વર્ષ પછી સૌથી ભયાનક તોફાન; 240કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો, બે લાખ ઘરોમાં વીજળી બંધ
post

લોરાનું જોખમ લુઈસિયાના સિવાય ટેક્સાસમાં પણ છે, આ કેટેગરી 4નું તોફાન હોવાનું કહેવાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 09:51:44

અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં જોરદાર તોફાન આવ્યું છે. લોરા નામના આ હરિકેન(ચક્રવાત)ના કારણે અહીંયા 240 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. નેશનલ હરિકેન સેન્ટર(NHC)એ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરનું એલર્ટ આપ્યું છે. આને ચોથી કેટેગરીનું તોફાન કહેવામાં આવી રહ્યું છે, જે ભારે નુકસાન કરી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લુઈસિયાના અને ટેક્સાસના લોકોને અપીલ કરી છે કે તે લોકલ એડમિનિસ્ટ્રેશનની સલાહને માને. લુઈસિયાનામાં આ 1856(164 વર્ષ પછી)પછી સૌથી ભયાનક અને શક્તિશાળી તોફાન છે.

5 લાખ લોકોની હિજરત
BBC
ના એક રિપોર્ટ પ્રમાણે, લુઈસિયાના અને ટેક્સાસના લગભગ પાંચ લાખ લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર ચાલ્યા ગયા છે. લોરા લુઈસિયાના ખાતે આવેલા કેમરોનના કાંઠા સાથે અથડાયું હતું. આ પહેલા જ અહીંયા તોફાની ગતિથી પવન ફુંકાવાનો શરૂ થઈ ગયો હતો. NHCએ કહ્યું કે, જો હજુ પણ કોઈ તોફાનના સંકજામાં આવનારા વિસ્તારમાં છે તો સાવધાની રાખજો. બારી અને દરવાજાથી દૂર રહેજો. ટેબલ અથવા કોઈ પણ મજબૂત વસ્તુની નીચે રહેજો. ગાદલા, તકિયાથી માથાનો ભાગ અને શરીરના અન્ય ભાગોને ઢાંકવાનો પ્રયાસ કરો.

વીજળીની મુશ્કેલી
લુઈસિયાનાના લગભગ બે લાખ ઘરોમાં બુધવાર અને ગુરુવારની રાતથી વીજપુરવઠો ખોરવાયો છે. ટેક્સાસના પણ 45 હજાર ઘરમાં વીજ પુરવઠો હાલ બંધ કરી દેવાયો છે. આ પહેલા લોરા તોફાને કેરિબિયન સાગરમાં એન્ટ્રી કરી હતી. ત્યાં 24 લોકોના મોત થયા હતા. NHC પ્રમાણે, લોરા પહેલા ત્રીજી કેટેગરીનું તોફાન હતું. 24 કલાકમાં આ વધુ ભયાનક બન્યુ અને હવે તેને ચોથી કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

કેટરીના પછી લારા સૌથી જોખમકારક
એક રિપોર્ટ પ્રમાણે, 2005માં ન્યૂ ઓર્લિંસમાં આવેલા કેટરીના તોફાન પછી લોરા સૌથી ભાયનક તોફાન છે. તે કેટેગરી 5નું તોફાન હતું. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું- તોફાન સાથે જ મહામારીનું પણ જોખમ છે. જેથી લોકો સોશિયલ ડિસટન્સીંગનું પણ પાલન કરવું જોઈએ.