• Home
  • News
  • હ્યુન્ડાઈ ઓરાનું ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ:બેઝ વેરિયન્ટમાં 30થી પણ વધુ ફીચર્સ મળશે, E20 અને CNG ફ્યુલ ઓપ્શન પણ મળશે
post

કંપની આ કારમાં 4 એરબેગ્સ સ્ટાન્ડર્ડ અને 6 એરબેગ્સ વિકલ્પની સાથે 30થી પણ વધુ સેફ્ટી ફીચર્સ આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 19:19:02

દેશની બીજી સૌથી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈએ ઓરાનું ફેસલિફ્ટ વર્ઝન ભારતીય બજારમાં સ્ટાર્ટિંગ પ્રાઈસ પર લોન્ચ કરી દીધી છે. તેની સ્ટાર્ટિંગ એક્સ શો-રુમ પ્રાઈસ ₹6,29,600 છે, જે ટોપ એન્ડ વેરિયન્ટમાં ₹8,57,900 સુધી જાય છે. સેડાન સેગ્મેન્ટની આ કાર પેટ્રોલ અને CNG બંને પર ચાલશે.

કંપની આ કારમાં 4 એરબેગ્સ સ્ટાન્ડર્ડ અને 6 એરબેગ્સ વિકલ્પની સાથે 30થી પણ વધુ સેફ્ટી ફીચર્સ આપ્યા છે. આ કારમાં ક્રૂઝ કંટ્રોલ, LED ટેલલેમ્પ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (હાઈલાઈન), ESC, હિલ સ્ટાર્ટ અસિસ્ટ કંટ્રોલ (HC) અને બીજા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓરા ફેસલિફ્ટમાં ગ્રાહકોને 6 કલર મળશે. તેમાં ફાયરી રેડ, સ્ટારી નાઈટ (નવો કલર), એક્વા ટિલ, ટાઈટન ગ્રે, ટાયકૂન સિલ્વર અને પોલર વ્હાઈટ સામેલ છે.

કંપની આ કાર પર 3 વર્ષ અથવા 1 લાખ કિ.મી.ની વોરંટી આપી રહી છે. ગ્રાહકોએ આ કાર ખરીદવા માટે 7 વેરિઅન્ટ ઓપ્શન મળશે, તેમાંથી 2 CNG વેરિયન્ટ છે. ગ્રાહકો આ કારને 11,000 રુપિયા આપીને બુક કરી શકે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post