• Home
  • News
  • IBMએ ફેશિયલ રિકગ્નિશન બિઝનેસનો વાવટો સંકેલ્યો
post

રંગભેદ વિરોધી ચળવળને પગલે નિર્ણય લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:26:49

લંડન: અમેરિકી ટેક્નોલોજી કંપની આઇબીએમએ હવે સામાન્ય ઉદ્દેશ માટે ફેશિયલ રિકગ્નિશન કે એનાલિસિસ સોફ્ટવેર પૂરા પાડવાનું બંધ કરી દીધું છે. કંપનીના સીઇઓ અરવિંદ કૃષ્ણાએ અમેરિકી કોંગ્રેસના સભ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે બ્લેક લાઇવ્સ મેટરદેખાવના કારણે કંપની ફેશિયલ રિકગ્નિશન સોફ્ટવેર પૂરા પાડવાનું બંધ કરશે. કંપની મોટા પાયે દેખરેખ અને રેસિઅલ પ્રોફાઇલિંગના હેતુ માટે આવી કોઇ પણ ટેક્નિકનો વિરોધ કરશે. કૃષ્ણાએ પોલીસને ગેરવર્તણૂક બદલ વધુ જવાબદેહી બનાવવા નવા સંઘીય નિયમો ઘડવાની પણ માગ કરી છે.

તેમણે કહ્યું કે કંપની ભીડ પર નજર રાખવા અને રેસિઅલ પ્રોફાઇલિંગ માટે કોઇ પણ સોફ્ટવેરના ઉપયોગની વિરુદ્ધ છે. આ ટેક્નિક પારદર્શિતા વધારી શકે છે અને પોલીસને સમુદાયોની રક્ષા કરવામાં મદદ કરી શકે છે પરંતુ ભેદભાવ કે વંશીય અન્યાયને પ્રોત્સાહન ન મળવું જોઇએ. કંપની હવે આ સોફ્ટવેરનું માર્કેટિંગ કે વેચાણ નહીં કરે, અપડેટ પણ નહીં આપે. સીએનબીસીના જણાવ્યાનુસાર આઇબીએમના ફેશિયલ રિકગ્નિશન બિઝનેસે ખાસ રેવન્યૂ જનરેટ નહોતી કરી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post