• Home
  • News
  • ICC ટેસ્ટ રેન્કિંગ:દુનિયાના ટોપ-5 ઓલરાઉન્ડર્સમાં અશ્વિનનો સમાવેશ, કેરિયરના સર્વશ્રેષ્ઠ 11મા રેન્કિંગ પર પહોંચ્યો પંત
post

ઓલરાઉન્ડર્સમાં ટોપ-5માં ભારતના 2 ખેલાડી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 10:33:26

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આ રેન્કિંગ પ્રમાણે ઈગ્લેન્ડનો કેપ્ટન જો રુટ, બેન સ્ટોક્સ અને ભારતના ચેતેશ્વર પુજારાને 1-1 સ્થાનનું નુકસાન થયું છે. જ્યારે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત તેની કેરિયરના સૌથી શ્રેષ્ઠ 11માં સ્થાન પર પહોંચી ગયો છે. તેના રેન્કિંગમાં 2 સ્થાનનો સુધારો થયો છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર્સના રેન્કિંગમાં 1 સ્થાનનો સુધારો થયો છે અને તે છઠ્ઠા સ્થાનથી 5માં સ્થાન પર પહોંચ્યો છે.

રુટને બેટિંગ રેન્કિંગમાં થયું નુકસાન
ICC
એ આ રેન્કિંગ ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ બાદ જાહેર કરી છે. આ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પંતે 58 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી 8 ટેસ્ટમાં પ્રથમ વખત ભારતમાં ઈગ્લેન્ડના કેપ્ટન જો રુટ એક ટેસ્ટની બે ઈનિંગ્સમાં ફિફ્ટી અથવા વધારે સ્કોર કરી શક્યો નથી. જેનું નુકસાન તેના રેન્કિંગમાં થયું છે. તે બેટ્સમેનના રેન્કિંગમાં ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.

રોહિત શર્મા બેટ્સમેન્સ રેન્કિંગમાં 14માં સ્થાન પર પહોંચ્યો
ભારતીય કેપ્ટન કોહલી 5માં નંબર પર યથાવત રહ્યો છે. બીજી ટેસ્ટમાં 161 રનની ઈનિંગ રમનાર ઓપનર રોહિત શર્મા 9 સ્થાનની છલાંગ લગાવી 14માં નંબર પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન 919 પોઇન્ટ્સ સાથે મોખરાના સ્થાન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ (891) બીજા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન ત્રીજા સ્થાન પર છે.

ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ

રેન્ક

બેટ્સમેન

દેશ

પોઇન્ટ્સ

1

કેન વિલિયમ્સન

ન્યૂઝીલેન્ડ

919

2

સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયા

891

3

માર્નસ લાબુશેન

ઓસ્ટ્રેલિયા

878

4

જો રુટ

ઈગ્લેન્ડ

869

5

વિરાટ કોહલી

ભારત

838

6

બાબર આઝમ

પાકિસ્તાન

760

7

હેનરી નિકોલસ

ન્યૂઝીલેન્ડ

747

8

ચેતેશ્વર પુજારા

ભારત

727

9

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયા

724

10

બેન સ્ટોક્સ

ઈગ્લેન્ડ

721

સ્ટુઅર્ટ બ્રોડને 4 સ્થાનનું નુકસાન
બોલિંગના ટોપ-10માં બે ભારતીયનો સમાવેશ થાય છે. ઈગ્લેન્ડ સામે ચેન્નઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાતમા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 8માં સ્થાન પર છે. જ્યારે આ મેચમાં ઈગ્લિશ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનો દેખાવ ખરાબ રહ્યો છે. તેને 4 સ્થાનનું નુકસાન થયું છે અને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. બોલિંગના રેન્કિંગમાં ટોપ પર ઓસ્ટ્રેલિયાના પેટ કમિંસ અને વિશ્વના બીજા ક્રમ પર ન્યૂઝીલેન્ડના નીલ વૈગનર છે. ત્રીજા નંબર પર જેમ્સ એન્ડરસન અને ચોથા ક્રમ પર જોશ હેઝલવુડ છે.

ICC ટેસ્ટ બોલર્સ રેન્કિંગ

રેન્ક

બોલર્સ

દેશ

પોઇન્ટ્સ

1

પૈટ કમિંસ

ઓસ્ટ્રેલિયા

908

2

નીલ વૈગનર

ન્યૂઝીલેન્ડ

825

3

જેમ્સ એંડર

ઈગ્લેન્ડ

818

4

જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલિયા

816

5

ટિમ સાઉદી

ન્યૂઝીલેન્ડ

811

6

સ્ટુઅર્ટ બ્રોડ

ઈગ્લેન્ડ

807

7

રવિચંદ્રન અશ્વિન

ભારત

804

8

જસપ્રીત બુમરાહ

ભારત

761

9

કાગિસો રબાડા

દક્ષિણ આફ્રિકા

753

10

જેસન હોલ્ડર

વેસ્ટ ઈન્ડિઝ

744

ઓલરાઉન્ડર્સમાં ટોપ-5માં ભારતના 2 ખેલાડી
ટેસ્ટમાં ઓલકાઉન્ડર્સની રેન્કિંગમાં ભારતના 2 ખેલાડી આવી ગયા છે. અશ્વિનને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 5માં સ્થાન પર આવી ગયો છે. જ્યારે રવિંન્દ્ર જાડેજા અગાઉથી નંબર-2 પર છે. જ્યારે સ્ટોક્સને 2 સ્થાનનું નુકસાન થયું છે અને તે અગાઉથી જ ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર 407 પોઇન્ટ સાથે ટોપ પર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post