• Home
  • News
  • અમેરિકામાં 'બરફનું તોફાન' ત્રાટક્યું, 2000 ફ્લાઈટ રદ, 2400થી વધુ મોડી પડી, જનજીવન અસ્તવ્યસ્ત
post

શિકાગોના ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવર જવર કરતી 36 ટકા ફ્લાઈટોમાંથી લગભગ 40 ટકા ફ્લાઈટો રદ કરી દેવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-13 19:49:45

અમેરિકામાં બરફના તોફાને કેર વર્તાવ્યો હતો. મિડવેસ્ટ અને સાઉથમાં અનેક ફ્લાઈટો રદ કરવી પડી જ્યારે અનેક મોડી પડી હતી. જેના લીધે હજારો યાત્રીઓ એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા. માહિતી અનુસાર ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAware.com ના આંકડાઓમાં જાણ થઇ કે તોફાનને લીધે અત્યાર સુધી 2400 થી વધુ ફ્લાઈટો મોડી પડી છે જ્યારે 2000થી વધુ ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે. 

40 ટકા ફ્લાઈટો રદ 

શિકાગોના ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવર જવર કરતી 36 ટકા ફ્લાઈટોમાંથી લગભગ 40 ટકા ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે અને શિકાગો મિડ વે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવર જવર કરતી ફ્લાઈટમાંથી લગભગ 60 ટકા રદ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન અન્ય પ્રભાવિત એરપોર્ટમાં ડેનવર ઈન્ટરનેશનલ અને મિલ્વાકી મિશેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સામેલ છે.

ફ્લાઈટોનું સંચાલન ફરી શરૂ કરવા પ્રયાસો શરૂ 

ફેડરલ એવિયેશન ઓથોરિટી દ્વારા ફરજિયાત ગ્રાઉન્ડિંગના કારણે આ અઠવાડિયે દરરોજ 200થી વધુ યુનાઈટેડ અને અલાસ્કા એરલાઈન્સની ઉડાનો રદ કરી દેવામાં આવી હતી. એફએએ અને બોઈંગ હજુ પણ એક નિરીક્ષણ પ્રોટોકોલ પર સમજૂતી કરવા પ્રયાસ કરી રહી છે જે એ ફ્લાઈટોની ઉડાનને ફરી શરૂ કરવા મંજૂરી આપશે. 

adv

Related News

post
post
post
post
post
post
post