• Home
  • News
  • 300 કરોડ યુઝર્સના આઈડી-પાસવર્ડ ચોરાયા, જાણો તમારું એકાઉન્ટ તો હેક નથી થયું ને?
post

ડિજિટલ સુરક્ષા પર કામ કરતા સાઈબર ન્યૂઝનો રિપોર્ટ : દુનિયામાં 1,500 કરોડ એકાઉન્ટ હેક કરવા પ્રયાસ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 11:47:08

જો તમારું જીમેલ, નેટફ્લિક્સ અને લિન્ક્ડઈન એકાઉન્ટ છે તો સાવચેત થઈ જાઓ. કેમ કે આશરે 1500 કરોડ એકાઉન્ટ હેક કરાયાં છે. તેમાંથી 300 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક પણ થઈ ચૂક્યા છે. જાણો જો તમારું એકાઉન્ટ હેક થયું હોય તો શું કરશો?

Q. કયા કયા યુઝર્સના એકાઉન્ટ હેક થયા છે?
સાઈબર ન્યૂઝ અનુસાર 1,500 કરોડથી વધુ યુઝર્સનાં એકાઉન્ટ હેક કરવા પ્રયાસ કરાયો હતો. 300 કરોડથી વધુના આઈડી અને પાસવર્ડ ચોરી લેવાયા હતા. આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. આ ડિટેલ્સ જીમેલ, નેટફ્લિક્સ અને લિન્ક્ડઈન યુઝર્સની છે. તેમાં આશરે 11.7 કરોડ યુઝર્સ નેટફ્લિક્સ અને લિન્ક્ડઈનના છે. ચિંતાની વાત એ છે કે હેકરોએ તેનો મોટો હિસ્સો ઓનલાઈન કરી દીધો છે.

Q. હેકર્સ દ્વારા ડેટા ઓનલાઇન કરવાથી ખતરો વધ્યો છે?
હાલ, તેનાથી બાકી યુઝર્સનાં એકાઉન્ટ પર પણ ખતરો છે. જોકે હેકરોએ આ ડેટા ઓનલાઈન કરી દીધા છે એવામાં હેકરો તેની મદદથી બીજા એકાઉન્ટ્સ પણ હેક કરી શકે છે.

Q. આપણો ઈમેલ, પાસવર્ડ કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે?
અનેક કંપનીઓ પાસે યુઝર્સના ઈમેલ, પાસવર્ડ, ક્રેડિટ- ડેબિટકાર્ડના નંબર અને અન્ય વિગત હોય છે. એવામાં હેકરો કે ડેટા ચોરી કરનારા જુદી જુદી કંપનીઓના ડેટા હેક કરી આ માહિતી મેળવી લે છે. ઉપરાંત ડાર્કનેટથી પણ તે આ ડેટા ખરીદી શકે છે.

Q. કઈ રીતે ખબર પડશે કે મારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં?
તેના માટે ડેટા સુરક્ષા અને ડેટા લીકના મામલાઓ પર કામ કરતી સાઇબર ન્યૂઝે ટૂલ બનાવ્યાં છે. તેનાથી એ જાણી શકાશે કે એકાઉન્ટ હેક થયું છે કે નહીં? તેના માટે આ રીત અપનાવી શકો છો.

1. તેના માટે તમારે https://cybernews.com/personal-data-leak-check/ લિન્ક પર જવાનું રહેશે. 2. તેના પછી એક પેજ ઓપન થશે જેમાં લખ્યું હશે કે અહીં ચેક કરો કે તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં? 3. તેમાં આપેલી જગ્યા પર એ ઇમેલ નાખવાનો રહેશે જેના વિશે તમે જાણવા માગો છો કે તે લીક થયું છે કે નહીં. 4. તેના પછી ચેક કરવાના વિકલ્પ(check now) પર ક્લિક કરો. 5. તમારો અાઈડી હેક નહીં થયો હોય તો સ્ક્રીન પર મેસેજ દેખાશે કે We haven’t found your email among the leaked ones. એટલે કે તમારું એકાઉન્ટ હેક કરાયેલા એકાઉન્ટમાં મળ્યું નથી. 6. જો એકાઉન્ટ હેક થયું હશે તો આ મેસેજ દેખાશે કે Oh no! Your email address has been leaked. એટલે કે તમારું ઈમેલ એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે.

Q. એકાઉન્ટ હેક થયું હોય ત્યારે શું કરશો?
તેના માટે તમારે આ 3 રીત અપનાવવાની રહેશે.
1.
જો એકાઉન્ટ હેક થયું હોય તો આ ઈમેલ આઈડી સંબંધિત તમારા એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો.
2.
આ જરૂરથી ધ્યાન રાખો કે પાસવર્ડ સ્ટ્રોંગ હોય અને એકવારથી વધુ વખત વાપર્યો ન હોય. જો પાસવર્ડમાં અપર કેસ, લોઅર કેસ, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર નાખ્યા છે તો તેને મજબૂત પાસવર્ડ મનાય છે. એટલે કે તેના હેક થવાની સંભાવના ઓછી હોય છે.
3.
તમારાં બધાં એકાઉન્ટ્સમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે બે સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરો. તેના માધ્યમથી જો ક્યારેક તમારું ઈમેલ હેક થશે તો પણ હેકર્સની ડેટા સુધીની પહોંચવાની આશંકા ઓછી થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post