• Home
  • News
  • કોરોના વાયરસનો કહેર: WHOના ચીફ થયા ક્વોરન્ટાઇન, Tweet કરી આપી માહિતી
post

મહામારીની વિરૂદ્ધ લડાઇમાં અગ્રીમ મોરચા પર રહ્યા ટેડ્રોસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 10:06:16

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ચીફ જનરલ ટેડ્રોસ અધનોમ ગ્રેબ્રેસિયસ (Tedros Adhanom Ghebreyesus) એ માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો નથી. છતાં તેઓ સુરક્ષા માટે સેલ્ફ-ક્વૉરન્ટાઈન (Self-Quarantine) થયા છે. ટેડ્રોસે ટ્વીટ (Tweet) કરીને એ વાતની માહિતી આપી.

ટેડ્રોસે કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ (Corona Positive) વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું અને મારામાં કોઈ લક્ષણો નથી. છતાં હું ક્વૉરન્ટાઈન રહીશ અને ઘરેથી કામ કરીશ. દરેકે આરોગ્ય ગાઈડલાઈનનું પાલન કરવું અને કોરોનાની ચેઈનને તોડવાનો પ્રયાસ કરીશું તો જ કોરોનાને નાથી શકાશે.

મળતી માહિતી અનુસાર અત્યારે દેશભરમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 68 લાખ 4 હજાર 423 પહોંચ્યા છે અને કુલ મૃત્યુઆંક 12 લાખ 5 હજાર 44 થયો છે.

મહામારીની વિરૂદ્ધ લડાઇમાં અગ્રીમ મોરચા પર રહ્યા ટેડ્રોસ
WHO પ્રમુખ હોવાના નાતે તેઓ કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ધ લડાઇમાં અગ્રીમ મોરચા પર રહે છે. ટેડ્રોસ એ ટ્વિટર પર લખ્યું કે મહામારીથી બચવા માટે તમામે સ્વાસ્થ્ય ગાઇડલાઇન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વાયરસનો ખતરો ઓછો થશે અને સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પર દબાણ પડવાથી બચાવી શકાય છે. તેમણે કહ્યું કે તેઓ સંગઠનની સાથે મળીને લોકોને બચાવા માટે કામ કરતા રહીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post