• Home
  • News
  • IDFC ફાયનાન્સિયલ હોલ્ડિંગ કંપની IDFC સાથે મર્જ થશે:કંપનીના બોર્ડે મંજૂરી આપી, HDFC ગ્રૂપ પછી નાણાકીય ક્ષેત્રમાં બીજી મોટી ડીલ
post

IDFC ફર્સ્ટ બેંકના ચેરપર્સન સંજીવ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે અમારા લાંબા ગાળાના વિઝન તરફ અને આવનારા વર્ષોમાં ટકાઉ શેરહોલ્ડર મૂલ્ય બનાવવા માટે અમારી વૃદ્ધિની યાત્રાના આગલા તબક્કાની શરૂઆત કરી રહ્યા છીએ."

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:56:30

IDFC ફર્સ્ટ બેન્કના બોર્ડે IDFC લિમિટેડ અને IDFC ફાયનાન્સિયલ હોલ્ડિંગ કંપનીના વિલીનીકરણને મંજૂરી આપી છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) જૂથના મર્જરના ત્રણ દિવસ બાદ નાણાકીય ક્ષેત્રે આ બીજી મોટી મર્જર ડીલ છે.

IDFC ફર્સ્ટ બેંકે સોમવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. આ મર્જર આ વર્ષે પૂર્ણ થશે. જો કે, મર્જર RBI, SEBI, CCI, NCLT, BSE, NSE અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓ અને સંબંધિત મંજૂરીઓને આધીન છે.

આ મર્જર પછી IDFC ફર્સ્ટ બેન્કમાં IDFCનો હિસ્સો ખતમ થઈ જશે. હાલમાં IDFC લિમિટેડ IDFC ફર્સ્ટ બેંકમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે.

IDFC ફર્સ્ટ બેંકના ચેરપર્સન સંજીવ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે અમારા લાંબા ગાળાના વિઝન તરફ અને આવનારા વર્ષોમાં ટકાઉ શેરહોલ્ડર મૂલ્ય બનાવવા માટે અમારી વૃદ્ધિની યાત્રાના આગલા તબક્કાની શરૂઆત કરી રહ્યા છીએ."

શેર 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો
સોમવારે IDFCના શેર 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. શેર 6.3% વધીને રૂ.109.20 પર બંધ થયો. IDFC ફર્સ્ટ બેન્કનો શેર 3% વધીને રૂ.81.95 પર બંધ થયો હતો. આ મર્જરને કંપનીના સ્ટોકમાં વધારો માનવામાં આવી રહ્યો છે. મર્જર પછી, બેંકના શેર દીઠ સ્ટેન્ડઅલોન બુક વેલ્યુમાં 4.9% નો વધારો થશે.

મર્જર કેમ થઈ રહ્યું છે?
મર્જર પાછળનો હેતુ કોર્પોરેટ માળખાને સરળ બનાવવાનો છે. આ પછી IDFC, IDFC ફર્સ્ટ બેન્ક અને IDFC ફર્સ્ટ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપની એક કંપનીમાં મર્જ થશે. IDFC ફર્સ્ટ બેન્કે એક્સચેન્જને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે, 'મર્જરના પરિણામે, IDFC લિમિટેડના શેરધારકો સીધા IDFC ફર્સ્ટ બેન્કના શેરધારકો બની જશે. આ શેરહોલ્ડિંગ માળખું સરળ બનાવશે.

શેરધારકોને શું મળશે?
IDFC
લિમિટેડ અને IDFC ફર્સ્ટ બેંકના વિલીનીકરણની મંજૂરી સાથે, શેરધારકો માટે યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત મર્જર રેશિયો 155:100 નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે, IDFC લિમિટેડના શેરધારકોને દરેક 100 શેર પર IDFC ફર્સ્ટ બેંકના 155 શેર મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post