• Home
  • News
  • AC નું વજન 1000-2000 કિલો તો હોતું નથી, તો પછી તેને 1 ટન-2 ટનનું એસી કેમ કહેવાય છે?
post

Interesting Facts about AC: જ્યારે તમને પૂછવામાં આવે છે કે તમે કેટલા ટનનું AC લેશો તો તેનો અર્થ એ નથી કે તેટલા ટન વજનનું AC આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-07 10:53:58

અમદાવાદ: ગરમીની સિઝન બરાબર જામી ચૂકી છે. એપ્રિલની શરૂઆતની સાથે જ ગરમીનો પારો વધવા લાગ્યો છે અને ઘરથી લઈ ઓફિસ સુધી AC એટલે એર કંડિશનરની જરૂરિયાત વર્તાવા લાગી છે. જ્યારે તમે AC ખરીદવા જાઓ છો ત્યારે તમને અનેક પ્રકારના સવાલ પૂછવામાં આવે છે. બની શકે  કે અમુક વસ્તુઓ વિશે તમે પહેલાંથી જ વિચારીને જતાં હોય. જેમ કે તમારે કઈ બ્રાન્ડનું AC લેવાનું છે. વિન્ડો AC લેવાનું છે કે સ્પ્લિટ AC. તમારું બજેટ શું છે? વગેરે વગેરે...

દુકાનમાં કેવા સવાલો પૂછવામાં આવે છે:
જ્યારે તમે કોઈ શોરૂમ કે ઈલેક્ટ્રોનિક્સ કે હોમ અપ્લાયન્સીસની દુકાનમાં જાઓ છો. ત્યારે સેલ્સમેન તમને કેટલાંક સવાલ પૂછે છે. જેમાં એક જરૂરી સવાલ તમને પૂછવામાં આવે છે. તમારે કેટલા ટનનું AC લેવાનું છે? 1 ટનનું, 1.5 ટનનું, 2 ટનનું? આ સવાલ પર અનેક લોકોનું મગજ ફરી જાય છે. અનેક લોકો વિચારવા લાગે છે કે આટલા વજનનું પણ AC હોય છે? શું AC આટલું વજનદાર હોય છે? પછી સેલ્સમેન તમને તેનો અર્થ સમજાવે છે. જોકે આ વિશે મનમાં સવાલ થાય તે સ્વાભાવિક છે. ACનું વજન 1000,1500 કે 2000 કિલો હોતું નથી. તો પછી 1 ટન, 1.5 ટન કે 2 ટનનું AC કેમ કહેવામાં આવે છે?

સૌથી પહેલા સમજો ટન શું હોય છે:
ટન વજન માપવાનો એકમ છે. જેમ કે ગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ વગેરે. 1000 ગ્રામને 1 કિલોગ્રામ કહેવાય છે. 100 કિલોગ્રામને 1 ક્વિન્ટલ કહેવાય છે. જ્યારે લગભગ 9 ક્વિન્ટલ એટલે 1 ટન થાય છે. ગ્રામથી લઈને કિલોગ્રામ અને ક્વિન્ટલ વગેરે દેશી માપદંડ છે. જ્યારે ટન વિદેશી માપદંડ છે. પાકી વાત કરીએ તો 1 ટન એટલે લગભગ 90.7.18 કિલોગ્રામ થાય છે. જોકે AC માટે તેનો માપદંડ અલગ છે.

ACમાં ટનનો અર્થ શું થાય છે:
જ્યારે તમને પૂછવામાં આવે કે તમે કેટલા ટનનું AC લેશો તો તેનો અર્થ એ નથી કે તે ટન વજનનું AC આવશે. ACમાં ટન વજનનો અર્થ તેનાથી મળનારી ઠંડક સાથે હોય છે. એટલે ઘરને ઠંડુ કરવાની ઉર્જા સાથે હોય છે. ACમાં ટનનો અર્થ તેનાથી માની શકાય કે જેટલું વધારે ટનનું AC, તેટલા મોટા ક્ષેત્રફળને વધારે ઠંડુ કરવાની ક્ષમતા.

 

સરળ શબ્દોમાં આ રીતે સમજો:
1
ટનના ACનો અર્થ એ રીતે સમજો કે તમારા રૂમને 1 ટન જેટલી ઠંડક આપશે. 1 ટનનું AC રૂમને તેટલું ઠંડુ કરશે. જ્યારે 2 ટનનું AC  2 ટન બરફની જેમ કૂલિંગ કરશે. તેનો સાધારણ અર્થ હોય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો સીધો સંબંધ તમારા રૂમની સાઈઝ સાથે હોય છે. જો તમારો રૂમ 10 બાય 10 એટલે 100 સ્ક્વેર ફીટનો હોય તો તમારા માટે 1 ટન AC પૂરતું છે. જો તમારો રૂમ 100 સ્ક્વેર ફૂટથી વધારે અને 200 સ્ક્વેર ફૂટથી ઓછો હોય તો 1.5 ટનનું AC જોઈએ. જ્યારે 200થી વધારે સ્ક્વેર ફૂટ રૂમ માટે 3 ટનનું AC લેવું વધારે હિતાવહ છે.

દરેક ACની ક્ષમતા નક્કી હોય છે:
જો તમારો રૂમ 100 સ્ક્વેર ફૂટથી વધારે એટલે 170 સ્ક્વેર ફૂટનો છે અને તમે 1 ટનનું AC લગાવશો તો આખા રૂમમાં 1 ટન બરફ જેટલી ઠંડક નહીં મળે. એટલે આટલા મોટા રૂમ માટે 1 ટનનું AC પૂરતી ઠંડક નહીં આપી શકે. એવામાં રૂમને ઠંડો થવામાં ઘણો સમય લાગી શકે છે. જો તમે 100 સ્ક્વેર ફૂટના રૂમ માટે 3 ટનનું AC ખરીદી લેશો તો તે પણ યોગ્ય નથી. કારણ છે કે તે તમારા રૂમને સુપરકૂલ તો કરી નાંખશે. પરંતુ તેમાં વધારાની વિજળીનો ખર્ચ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post