• Home
  • News
  • રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ગુજરાત ભડકે બળવાની શક્યતા: શંકરસિંહ વાઘેલા
post

રજવાડાના કારણે લોકશાહી શક્ય બની છે. રાજસ્થાનમાંથી વસુંધરાને પણ કાઢ્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-02 18:46:13

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. તેમ છતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ત્યારે હવે વિવાદ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે અને પરશોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'બહેન-દીકરીઓનું અપમાન ન ચલવી લેવાય.'

ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે:

શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, 'ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય અને એન્ટી મહિલા બની રહી છે. ચૂંટણી એ લોકશાહી છે, રજવાડા એ ભળી જવાની અનુમતિ ન આપી હોત તો ભારતમાં લોકશાહી ના હોત અને ચૂંટણી ના હોત. રજવાડાના કારણે લોકશાહી શક્ય બની છે. રાજસ્થાનમાંથી વસુંધરાનાને પણ કાઢ્યા.'

આ લડાઈ પટેલ-ક્ષત્રિય કે ભાજપ-કોંગ્રેસની નથી : વાઘેલા

તેમણે વધુમાં કહ્યું કે, 'જાહેર જીવનમાં બોલવામાં ધ્યાન રાખવું, દ્રૌપદી ના બોલવાથી અસર થઈ અને મહાભારત થયું. એ રીતે જાહેરમાં બોલી માફી માંગવાથી જે રીતે પક્ષને નુકસાન ના થાય. ભાજપનું કલ્ચર આવું નથી. બહેનો વિશે ગમે તેવું બોલવું, શશી થરૂરની ગર્લફ્રેન્ડ 50 કરોડની એવું બોલવું, મણિપુર મુદ્દે અને દિલ્હીની દીકરીઓ મુદ્દે શાંત રહેવું. આ પટેલ-ક્ષત્રિયની લડાઈ નથી કે કોંગ્રેસ-ભાજપની પણ નથી. અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરી ઉમેદવાર બદલો અને અમે સહમત નથી.'

સમાજના લોકોને ઠેસ પહોંચી છે, ભાજપ ઉમેદવાર બદલે :

રૂપાલા મુદ્દે તેમણે કહ્યું કે, 'બહેન-બેટીઓ સામે જ્યારે વાત જાય અને સમાજના કલેજા પર ચોટ લાગી છે. રાજકોટ કાર્યલય પર ગમે ત્યારે તાળા વાગવાના હતા એટલે મારી દીધા. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નથી બદલતી એટલે એનો મતલબ કે અમે ગમે તે કરીશું તમે થાય એ કરો. રાજકરણમાં સન્માન ગીરવે મૂકવાનું ના હોય અને સમાજના લોકોને ઠેસ પહોંચી છે એ ઉમેદવાર બદલવામાં આવે. જો ના બદલે તો આ મુદ્દે ભાજપ અને તેના હાઈકમાન્ડની સહમતી છે એમ સમજવું. ભાજપ આ ઉમેદવારને બદલે અને રાજ્યસભા મોકલવા હોય તો મોકલે પણ આ ઉમેદવાર બદલે.'

નિર્ણય વહેલા નહીં લેવાય તો ચિંગારી ક્યાં જશે એ કહેવાય નહીં:

વાધેલાએ કહ્યું કે, 'આ મુદ્દે વિરોધ કરનાર બહેનોની ધરપકડ કરવામાં આવે તો આ સારી વાત નથી, આ લૂખી દાદાગીરી છે. એવું ઝેર ના મૂકો કે સમાજ કાયમ એ વેઠ્યા કરે. જો લોકોને પકડી લેવામાં આવે, કેસ કરવામાં આવે તો પછી રાજ્યમાં સ્થિતિ પણ બગડશે. જો નિર્ણય વહેલા નહીં લેવાય તો ચિંગારી ક્યાં જશે એ કહેવાય નહીં.'

 

adv

Related News

post
post
post
post
post
post
post