• Home
  • News
  • પહેલાં કરતાં શ્રેષ્ઠ ભવિષ્યની કલ્પના કરો, જે લોકો પડકારોને સ્વીકારી આગળ વધે છે તેમનો સૌથી વધુ પ્રભાવ પડે છે: એપલના CEO
post

એપલના સીઈઓ ટિમ કૂકે ઓહિયો યુનિ.ના દીક્ષાંત સમારોહને ઓનલાઇન સંબોધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 10:35:50

વોશિંગ્ટન: એપલના સીઈઓ ટિમ કૂકે રવિવારે યુટ્યૂબના માધ્યમથી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ માટે વર્ચ્યુઅલ ભાષણ આપ્યું. અહીં મોટા સમારોહ પર લાગેલી રોકના કારણે ઓનલાઈન સમારોહનો નિર્ણય કરાયો હતો. ભાષણમાં કૂકે 1918ની ફ્લૂ મહામારી દરમિયાન ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટ, અમેરિકન એવિએટર અમેલિયા ઈયરહાર્ટ અને પ્રસિદ્ધ કવિ ટી.એસ.એલિયનની સિદ્ધીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જે લોકો ઐતિહાસિક પડકારોને આંખ અને હૃદય ખોલીને સ્વીકારે છે કે તે બીજાના જીવન પર સૌથી મોટો પ્રભાવ પાડે છે. તમે નવેસરથી વિચારો. જે ભવિષ્યની તમે કલ્પના કરી હતી કાં જે તમને મળવાનું હતું તેનાથી શ્રેષ્ઠની કલ્પના કરો.


આપણે એ વિચારવું પડશે કે હવે શું અલગ કરી શકાય 
કૂકે વિદ્યાર્થીઓને કહ્યું કે જ્યારે હું 1998માં એપલમાં આવ્યો તો મને મારા ભાગ્ય પર ભરોસો થઈ રહ્યો નહોતો કે હું સ્ટીવ જોબ્સ સાથે કામ કરવા જઇ રહ્યો છું. જ્યારે અમે સ્ટીવને ગુમાવ્યા તો જે એકલતા અનુભવી તે એ વાતનો પુરાવો હતી કે તમે બીજા પર જે પ્રભાવ છોડી જાઓ છો તેનાથી વધારે શાશ્વત અને શક્તિશાળી દુનિયામાં કંઈ જ નથી. કૂકે કહ્યું કે આપણે એ વિચારવું પડશે કે આપણે વિશ્વસ્તરીય શિક્ષણ મેળવી ચૂક્યા છીએ અને હવે શું અલગ કરી શકાય છે. કૂકે કહ્યું કે ગ્રેજ્યુએટ્સ! તમારો મામલો નવો છે. તમારી પાસે જૂના સિદ્ધાંતો, નીતિઓનો કોઈ વિકલ્પ નથી. તમારે વિલાસતાનો રોમાંચ લેવાનો નથી. તમારે ખુલ્લી આંખે કપરાં ચઢાણોવાળી દુનિયામાં પ્રવેશ કરવાનો છે. એક નવી કહાણી લખવાની છે. બની શકે કે આ કહાણી તમને ન પસંદ કરી હોય પણ આ કહાણી તેમ છતાં તમારી જ છે. તમારામાંથી અનેક લોકોએ આજના દિવસ માટે ભારે સંઘર્ષ કર્યો હશે. હવે આ તમારો દિવસ છે. નવેસરથી વિચારો. જે ભવિષ્યની તમે કલ્પના કરી હતી જે તમને મળવાનું હતું તેનાથી શ્રેષ્ઠ વિશે વિચારો. 


હોસ્પિટલને સાફ કરનાર, મંદિરને પવિત્ર કરનાર જેટલો જ શ્રેષ્ઠ
કૂકે કહ્યું કે એ વ્યક્તિ વિશે વિચારો જે હોસ્પિટલના વૉર્ડને હાથ અને ઘૂંટણી ઢસઢીને સાફ કરતો હોય છે. તેનું કામ આજે ધાર્મિક સ્થળને શુદ્ધ કરનારાથી ઓછું પવિત્ર નથી. એ અજાણ્યાં પિતા વિશે વિચારો જે પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને પોતાના જીવને જોખમમાં મૂકી બીજાની સેવા કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post