• Home
  • News
  • બેરુતમાં વિસ્ફોટ:ઈમ્પોર્ટેડ કાર કાટમાળ બની ગઈ, લેબેનોન અને ફ્રાન્સની સેનાએ પોર્ટ પરથી એફિલ ટાવર જેટલો કચરો ખસેડ્યો
post

લેબેનોન, ફ્રાન્સની સેનાએ ભેગામળીને પોર્ટ પરથી 8000 ટન સ્ટીલ અને કોંક્રિટનો કચરો સાફ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 12:20:39

આ ફોટો બૈરુત પોર્ટનો છો. અહીં 4 ઓગસ્ટના રોજ વિસ્ફોટના કારણે વિદેશથી મગાવાયેલી મોંઘી કારોને ભારે નુકસાન થયું છે. બંદરગાહ પર બેજવાબદારીપૂર્વક મુકાયેલા 2,750 ટન એમોનિયન નાઈટ્રેટમાં વિસ્ફોટથી 181 મોત થયા હતા, 6500થી વધુ લોકો ઘાયલ થયા હતા. અસંખ્ય લોકો બેઘર થયા હતા. અત્યાર સુધી 16 આરોપી પકડાયા છે.

લેબેનોન, ફ્રાન્સની સેનાએ ભેગામળીને પોર્ટ પરથી 8000 ટન સ્ટીલ અને કોંક્રિટનો કચરો સાફ કર્યો છે, જે એફિલ ટાવલમાં લાગેલી નિર્માણ સામગ્રી જેટલો છે. પોર્ટ પર સંચાલન સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે, કેમ કે દેશની 90% નિર્ભરતા આયાત પર છે.