• Home
  • News
  • ત્રીજી પત્નીથી પણ દૂર થયા ઈમરાન:પાકિસ્તાનના વડાપ્રધાનની પત્ની બુશરા બીબી ઘર છોડી લાહોર જતાં રહ્યાં, ભૂતપૂર્વ પતિ વગનો ઉપયોગ કરતો હોવાથી ઝઘડો થયેલો
post

ઈમરાનની પ્રથમ પત્નીનું નામ જેમિના ગોલ્ડસ્મિથ અને બીજી પત્નીનું રેહામ ખાન છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 11:23:23

ઈસ્લામાબાદ: રાજકીય મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને તેમના વ્યક્તિગત જીવનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે ઈમરાન અને તેમની ત્રીજી પત્ની બુશરા બીબી વચ્ચે ઝઘડો થયો છે. બુશરા ઈસ્લામાબાદમાં આવેલા ઈમરાનના આલીશાન ઘર 'બની ગાલા'ને છોડી લાહોર જતા રહ્યા છે. અહીં તેમના મિત્ર સાનિયા શાહ સાથે તેઓ રહે છે. બીજી બાજુ બુશરાએ ઘર છોડ્યા બાદ ઈમરાને તમામ પર્સનલ સ્ટાફ જેવા કે માળી, કુક અને ડ્રાઈવરને પણ બદલી નાંખ્યો છે.

ઈમરાનની પ્રથમ પત્નીનું નામ જેમિના ગોલ્ડસ્મિથ હતું. તે બ્રિટિશ નાગરિક હતી. તેના બે દીકરા છે. ઈમરાનના બીજા લગ્ન BBCની જર્નલિસ્ટ રેહામ ખાન સાથે થયા હતા અને તે 8 મહિનામાં જ તૂટી ગયા હતા. ત્રીજી પત્ની બુશરા છે. બુશરાના પ્રથમ લગ્નથી પાંચ બાળકો છે. બે દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે.

ઘરમાં 'નો કોન્ફિડેન્સ'
ગુરુવારે વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટીક ફ્રન્ટ (PDM)ના નેતા મૌલાના ફજલ-ઉર-રહેમાને મીડિયા સમક્ષ કહ્યું હતું કે ઈમરાન ખાને દેશને ખાડામાં ધકેલી દીધો છે. અમે ટૂંક સમયમાં આ સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશું. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 20 કરતા વધારે સાંસદ અમારી સાથે છે.

ઈમરાન વિપક્ષથી આમપણ પરેશાન છે
હવે તેમની ત્રીજી પત્ની બુશરા બીબી પણ ઘર છોડીને જતા રહ્યા છે. પાકિસ્તાનના અનેક સીનિયર જર્નલિસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની પુષ્ટી કરી છે. ઈમરાનની પાર્ટી સાંસદ આમિર મલિકે નવેમ્બર મહિનામાં સંકેત આપ્યા હતા કે ઈમરાનના સંસારીક જીવનમાં મુશ્કેલી ચાલી રહી છે અને ખાન પરેશાન છે.

બુશરા-ઈમરાનનો ઝઘડો શા માટે
અહેવાલ પ્રમાણે ઝઘડાની શરૂઆત ગયા વર્ષના ઓક્ટોબરથી થઈ હતી. તે સમયે બુશરા બીબીના ભૂતપુર્વ પતિ ખાવર મનેકા બુશરાના વગનો ઉપયોગ કરી પંજાબ પ્રાંતમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રેક્ટ લઈ રહ્યા હતા તેમ જ પોતાના પરિવારને અપાવી રહ્યા છે. આ અંગે પંજાબ પ્રાંતના અધિકારીઓએ મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર સમક્ષ ફરિયાદ કરેલી. બુજદારે આ વાત ઈમરાન ખાન સમક્ષ કરી હતી અને ત્યારથી ઈમરાન અને બુશરા વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો. લશ્કરે પણ આ અંગે ઈમરાનને જાણ કરી હતી.

હદ તો ત્યારે થઈ કે જ્યારે 5 જાન્યુઆરીના રોજ બુશરાની સૌથી નજીકની મિત્ર ફરાહ આઝમીના પતિના સરકારી વિભાગમાં સાઠગાંઠ છતી કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિ સામે આવી. અલબત્ત, આ બાબતને મીડિયામાં દબાવી દેવામાં આવી.

adv

Related News

post
post
post
post
post
post
post