• Home
  • News
  • ઈમરાન ખાને સંસદમાં ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો, કહ્યું- અમેરિકાનો સાથ આપીને ખોટું કર્યું
post

પાક. વડાપ્રધાને કહ્યું- અમેરિકાએ કંઇ જણાવ્યા વિના પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને શહીદ કરી નાખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:38:18

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં અલકાયદાના ચીફ રહેલા આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમેરિકાનો સાથ આપવો જોઇતો ન હતો. ઈમરાને કહ્યું કે અમેરિકાની આર્મીએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને શહીદ કરી નાખ્યો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ આખું વિશ્વ પાકિસ્તાનની ટીકા કરી રહ્યું હતું અને દેશ શરમમાં મુકાઇ ગયો હતો.

2011માં ઓસામા ઠાર થયો હતો
ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં 2મે 2011ના ઠાર થયો હતો. અમેરિકાના સુરક્ષાદળોએ એક સ્પેશ્યલ ઓપરેશનના માધ્યમથી તેને પાકિસ્તાનમાં ઘુસીને માર્યો હતો. લાદેન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલાનો દોષિત હતો. લાદેનનો મૃતદેહ સમુદ્રમાં ફેંકી દેવાયો હતો. ISI ડાયરેક્ટર જનરલ અહમદ શુજા પાશાને લાદેનની ઉપસ્થિતિ અંગે માહિતી હતી. પાકિસ્તાન સરકાર પર લાદેનને આશરો આપવાના આરોપ લાગ્યા હતા. એબટાબાદમાં જે જગ્યાએ લાદેન છૂપાયો હતો ત્યાંથી એક કિલોમીટરના અંતરેજ પાકિસ્તાનનું મિલિટરી બેઝ હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post