• Home
  • News
  • ઈમરાન ખાન PM પદ પરથી હટ્યા; કેબિનેટ સેક્રેટરીએ નોટિફિકેશન ઈસ્યુ કર્યું, રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ એસેમ્બ્લીને ભંગ કરવા મંજૂરી આપી
post

પાકિસ્તાનની સંસદમાં ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને કલમ 5 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો તેની સાથે જ સંસદ 25 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:48:37


ઈસ્લામાબાદ
: પાકિસ્તાન સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પરિપત્ર એટલે કે નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સત્તાવાર રીતે હવે પાકિસ્તાનના વડાપ્રધાનપદ પર રહ્યા નથી. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી નેશનલ એસેમ્બ્લી ભંગ કરવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વીએ નેશનલ એસેમ્બ્લીને ભંગ કરવાની મંજૂરી આપી છે.

ઈસ્લામિક રિપલ્બિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 48(1)ના વાંચવામાં આવેલ કલમ 58(1)ની જોગવાઈ હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરવામાં આવે છે, અને ઈમરાન અહેમદ ખાન નિયાજીનો પાકિસ્તાનના વડાપ્રધાન પદ પરનો કાર્યકાળ સમાપ્ત કરવામાં આવે છે તેમ તારીખ 3 એપ્રિલ,2022ના રોજ એડિશનલ સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે. આ સાથે કેબિનેટ સચિવની આ નોંધમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાન હવે વડાપ્રધાન પર ઉપર રહ્યા નથી અને દેશ અત્યારે બ્યૂરોક્રેટ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, 90 દિવસમાં ચૂંટણી યોજાશે
ઈમરાન ખાનની ભલામણ બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી હતી. વાસ્તવમાં, ઈમરાન ખાને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના અડધા કલાક બાદ જ રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય જણાવતા સંસદ ભંગ કરી હતી. જેથી હવે પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજાશે.

ઈમરાને કહ્યું- મારી વિરુદ્ધ વિદેશી કાવતરું ઘડવામાં આવ્યું
પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. PM ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતુ કે, મારી વિરુદ્ધ વિદેશી કાવતરું ઘડવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. તેઓએ કહ્યું કે,દેશ વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું. જે કાવતરું આજે નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે, હું મારા સમુદાયને ચૂંટણીની તૈયારી કરવા જણાવું છું.

પાકિસ્તાનની સંસદમાં ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને કલમ 5 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ સંસદ 25 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ઈમરાને કહ્યું- અવિશ્વાસ પ્રસ્તાવ એક વિદેશી કાવતરું
પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે હું સ્પીકરના નિર્ણય પર દરેક પાકિસ્તાનીને અભિનંદન આપું છું. અમારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ એક વિદેશી કાવતરું છે. પાકિસ્તાને નક્કી કરવું જોઈએ કે તેમના પર કોણ શાસન કરે. કોઈ વિદેશી શક્તિને આનો નિર્ણય કરવાનો અધિકાર નથી. મેં અધ્યક્ષને વિધાનસભા ભંગ કરવાનું કહ્યું છે. ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ. હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન કરું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post