• Home
  • News
  • ઈમરાન ખાનના લાડલા જનરલે સેનામાં રહીને 99 કંપની, 133 રેસ્ટોરાં ઊભી કરી, 4 દેશોમાં 382 કરોડનો બિઝનેસ ફેલાવ્યો
post

પૂર્વ જનરલ અસીમ સલીમ બાજવાનો કારોબાર પાક, અમેરિકા, યુએઈ માં ફેલાયેલો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:54:56

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં એક વેબસાઈટે પાકિસ્તાની સેનાના પૂર્વ જનરલ અસીમ સલીમ બાજવા અંગે મોટો ખુલાસો કર્યો છે. વેબસાઇટ ફેક્ટ ફોકસ અનુસાર બાજવાએ સેનામાં રહીને અત્યાર સુધી 99 કંપનીઓ અને 133 રેસ્ટોરન્ટ સ્થાપિત કરી લીધી હતી. તેમનો અબજો રૂપિયાનો કારોબાર છે, જે પાકિસ્તન, અમેરિકા, યુએઈ અને કેનેડામાં ફેલાયેલો છે.

બાજવાના આ કામમાં તેમનો પરિવાર પણ સામેલ હતો. બાજવા પાકિસ્તાની સેનાના પ્રવક્તા હતા. પછી નિવૃત્ત થવા પર ચીન સાથે નજીકતા જોઈને તેમને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(સીપીઈસી)ના ચેરમેન બનાવી દેવાયા હતા. અસીમ બાજવાના 6 ભાઈ અને ત્રણ બહેનો છે. કોરોના કાળમાં આ ખુલાસા બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આટલું જ નહીં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પર અસીમ બાજવાને હટાવવા દબાણ વધી રહ્યું છે. બીજી બાજુ વેબસાઈટ ફેક્ટ ફોકસે જ્યારે ખુલાસો કર્યો તો થોડીકવાર માટે તેની વેબસાઇટ હેક થઈ ગઇ હતી. જોકે પછી તેને ઠીક કરાઈ હતી.

રિપોર્ટમાં કહેવાયું હતું કે જેમ જેમ સેનામાં અસીમ બાજવાનું કદ વધતું ગયું એવી જ રીતે તેમનો અને તેમના પરિવારનો કારોબાર પણ વધતો ગયો. જનરલ અસીમે પોતાના શપથમાં કહ્યું હતું કે તેમની પત્નીનો પાકિસ્તાન બહાર કોઈ બિઝનેસ નથી. પણ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. બાજવા હાલમાં સીપીઈસીના ચેરમેન છે, જે હેઠળ ચીન અબજો ડોલરનું રોકાણ પાકિસ્તાનમાં કરી રહ્યું છે. એટલું જ નહીં જનરલ અસીમ પાક પીએમ ઈમરાન ખાનના વિશેષ સહાયક પણ છે. અસીમ બાજવાના નાના ભાઈઓએ 2002માં પહેલીવાર પાપા જોન પિત્ઝા રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. ચાલુ વર્ષે જનરલ અસીમ તત્કાલીન સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ પાસે લેફ્ટનન્ટ કર્નલ તરીકે તહેનાત હતા.

અસીમ બાજવાના ભાઈ નદીમ બાજવાએ પિત્ઝા રેસ્ટોરાંમાં ડિલિવરી ડ્રાઈવર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં તેમના ભાઈ અને અસીમ બાજવાની પત્ની 99 કંપનીઓનાં માલિક છે. તેમની પાસે પિત્ઝા કંપનીઓની 133 રેસ્ટોરાં છે. જેની કિંમત આશરે 4 કરોડ ડોલર(લગભગ 292 કરોડ રૂપિયા) છે. આ 99 કંપનીઓમાં 66 મુખ્ય કંપનીઓ છે અને 33 બ્રાન્ચ કંપની છે. બાજવાના પરિવારે 5 કરોડ 22 લાખ ડોલર(આશરે 382 કરોડ રૂપિયા) પોતાના બિઝનેસને વિકસિત કરવા ખર્ચ્યા હતા. સાથે જ એક કરોડ 45 લાખ ડોલર અમેરિકામાં સંપત્તિ ખરીદવામાં ખર્ચ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post