• Home
  • News
  • ઇમરાન ખાનની વોર્નિંગ:પૂર્વ PM બોલ્યા- અફઘાનિસ્તાન પર હુમલાની ભૂલ ન કરે પાકિસ્તાન, યુદ્ધ શરૂ થયું તો ખત્મ નહીં થાય
post

પાકિસ્તાની ફોજ અને સરકારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે હવે બલૂચિસ્તાનના વિદ્રોહી TTP સાથે હાથ મિલાવી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 18:32:06

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશની સેના અને સરકારને વોર્નિંગ અને સલાહ આપી છે. ખાને કહ્યું- અમારા કેટલાક મંત્રી અફઘાનિસ્તાન પર હુમલાની ધમકી આપી રહ્યા છે. મારી તેમને અને સેનાને એક સલાહ છે. પાકિસ્તાની ફોજ જો અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો પછી એવું યુદ્ધ શરૂ થશે કે જે ક્યારેય ખત્મ નહીં થાય.

ઇમરાનનું આ સ્ટેટમેન્ટ ઘણી રીતે યોગ્ય છે. હકીકતમાં હોમ મિનિસ્ટર રાણા સમાઉલ્લાહે ગયા વીકમાં કહ્યું હતું કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકી પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે. તેમને અફઘાનિસ્તાનમાં શરણ મળે છે. જો આ હુમલા તરત ન રોકાયા તો અમારી સેના અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલા કરશે.

અફઘાનિસ્તાનને કમજોર ન સમજો

·         ઇમરાનને તેમના આલેચકો તાલિબાન ખાન કહે છે. ઇમરાને સંસદમાં ઓસામા બિન લાદેનને પણ શહીદનો દરજ્જો આપ્યો હતો. મંગળવારે પાર્ટી કાર્યકરોને સંબોધતા ઇમરાને લાંબા સમય બાદ અફઘાનિસ્તાન બાબતે વાત કરી . કહ્યું- અફઘાનિસ્તાન અમારું પાડોશી છે અને આપણે તેમની સાથે બહુ મજબૂત સંબંધો રાખવા જોઇએ. અમારી સરકારે પ્રજાને જૂઠ કહેવાનું બંધ કરવું જોઇએ અને હકીકત બતાવવી જોઇએ.

·         ખાને આગળ કહ્યું કે હોમ મિનિસ્ટર સનાઉલ્લાહ અફઘાનિસ્તાન પર હુમલાની વાત કરે છે પણ જો એવું થયું તો પછી અમન કાયમ નહીં રહી શકે. જો અમારી સેના અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો પછી એવું યુદ્ધ શરૂ થશે કે જે ક્યારેય ખત્મ નહીં થાય.

·         ઇમરાને કહ્યું- ગયા વર્ષે 15 ઓગસ્ટે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું હતું. ત્યારે અમારી પાસે સારો મોકો હતો કે આપણે અફઘાનિસ્તાનમાં આપણાં મૂળિયાં મજબૂત કરીએ, પરંતુ આપણે તે ગુમાવી દીધો. આજે આશરે 40 હજાર તાલિબાન આપણા દેશમાં હાજર છે.

ખતરનાક બનતું જાય છે તાલિબાન
TTP
પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે. તેના લીધે ત્યાંની સેના અને સરકાર ગૂંચવાયેલી છે. ગુરુવારે પાકિસ્તાનના હોમ મિનિસ્ટર રાણા સનાઉલ્લાહે TTPના હુમલા માટે અફઘાન તાલિબાનને જવાબદાર ગણાવ્યું. કહ્યું- TTPના આતંકી પાકિસ્તાનમાં હુમલા કરી અફઘાનિસ્તાનમાં શરણ લે છે. જો આ હુમલા બંધ ન થયા તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આ આતંકવાદીઓને મારીશું. અમને ખબર છે કે અફઘાનિસ્તાનના કયા ભાગમાં અને ક્યાં TTPના આતંકવાદીઓ શરણ લે છે. તેમને હથિયાર પણ ત્યાંથી મળે છે.

ટકરાવ માટે તૈયાર તાલિબાન

·         પાકિસ્તાનની આ ધમકી તાલિબાનના અધિકારીઓએ ગણકારી નહીં. તાલિબાનના સિનિયર લીડર અને ઉપ-પ્રધાનમંત્રી અહમદ યાસિરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો. તેની સાથે ઉર્દૂમાં એક કેપ્શન શેર કર્યું, પહેલા આ પોટા વિશે જાણી લઇએ. આ ફોટો 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધનો છે. પાકિસ્તાનની સેનાની ભંડી હાર થઇ હતી. તેના 90 હજારથી વધુ સૈનિકોએ સરેન્ડર કર્યું હતું.

·         સરેન્ડર ડોક્યુમેન્ટ પર પાકિસ્તાન તરફથી લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાઝીએ દસ્તખત કર્યા હતા. તેમની બરાબર બાજુમાં હાજર હતા આપણી સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોડા. આ સરેન્ડર પછી બાંગ્લાદેશ એક અલગ દેશ બન્યો હતો અને પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા હતા.

·         હવે વાત એ કેપ્શનની કરીએ, જે તાલિબાન નેતા યાસિરે આ ફોટાની સાથે લખ્યો. તેમાં કહ્યું- રાણા સનાઉલ્લાહ, જોરદાર. ભૂલશો નહીં કે આ અફઘાનિસ્તાન છે. આ એ અફઘાનિસ્તાન છે જ્યાં મોટી-મોટી શક્તિઓ પણ ધૂળમાં મળી ગઇ. અમારા પર લશ્કરી હુમલાનાં સપના ન જુઓ, નહીં તો અંજામ એટલો જ શરમજનક હશે જેટલો ભારતની સામે તમારો થયો હતો.

તાલિબાનના બે ધડા અને બંને ખતરનાક

·         15 ઓગસ્ટ 2021ના અફઘાન તાલિબાને કાબુલની સાથે આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. તાલિબાનના બે ધડા છે. પહેલો- અફઘાનિસ્તાન તાલિબાન. જેમાં તાજિક, ઉજ્બેક, પસ્તૂન અને હઝારા સહિત કેટલાય સમુદાયના લોકો છે. બીજો- TTP એટલે કે તાલિબાન પાકિસ્તાન. એમાં મોટાભાગે પશ્તૂન અને પઠાણ છે. આ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અને વજીરિસ્તાનમાં એક્ટિવ છે.

·         અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાનને મકસદ એટલે કે વિચારધારા એક જેવી છે. બંને કટ્ટર ઇસ્લામ અને શરિયા કાનૂન લાગુ કરાવવા ઇચ્છે છે. TTPનું કહેવું છે પાકિસ્તાન અડધો-પડધો ઇસ્લામિક દેશ છે અને અહીં સંપૂર્ણપણે શર્યા કાનૂન લાગુ થવો જોઇએ.

·         પોતાની શરતો મનાવવા માટે TTP ખૈબર પખ્તૂનખ્વા, વજીરિસ્તાન અને દેશના બાકી ભાગોમાં હુમલા કરે છે. થોડા દિવસ પહેલાં તેમણે રાજધાની ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલો કર્યો હતો. એમાં એક પોલીસ ઓફિસર માર્યો ગયો હતો અને કેટલાય લોકો ઘાયલ થયા હતા.

·         પાકિસ્તાની ફોજ અને સરકારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે હવે બલૂચિસ્તાનના વિદ્રોહી TTP સાથે હાથ મિલાવી ચૂક્યા છે. એકંદરે પાકિસ્તાન માટે આ ખૂબ જ ખતરનાક સંકેત છે. બીજી બાજુ, અફઘાન તાલિબાન TTPને પૂરી રીતે સપોર્ટ કરે છે. અફઘાન તાલિબાન તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર એટલે કે ડૂરંડ લાઇનને પણ માનતા નથી. આ વિવાદને કારણે થોડા દિવસ પહેલાં ખૂબ ફાયરિંગ થયું હતું. તેમાં પાકિસ્તાનના ઘણા સૈનિક અને આમ નાગરિક માર્યા ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post