• Home
  • News
  • ઈમરાનના વિશેષ સલાહકારનો દાવો- PM મોદી અને નવાઝ વચ્ચે નેપાળમાં ગુપ્ત બેઠક યોજાઈ હતી; બ્રિટને શરીફ વિરુદ્ધ વોરન્ટ ઈસ્યુ કરવાનો ઈન્કાર કર્યો
post

બ્રિટન સરકારે કહ્યું તે પાકિસ્તાનની આંતરિક રાજનીતિને લગતી બાબતમાં દરમિયાનગીરી કરી શકે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:23:35

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સ્પેશિયલ એડવાઈઝર શાહબાઝ ગિલે શનિવારે દાવો કર્યો હતો કે ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ ભારત સાથે મળેલા હતા. ગિલે કહ્યું કે હું એવું નથી કહેતો કે તેઓ પાકિસ્તાન વિરોધી છે, પણ તે એક નાના વિચારોવાળા બિઝનેસમેન છે. શુ એક પાકિસ્તાની ટ્રેડર ભારતીય PM મોદીને મળશે, પણ નવાઝ શરીફે પ્રધાનમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નેપાળની રાજધાની કાઠમાંડુમાં મોદીને ગુપ્ત રીતે મળ્યા હતા. તેમણે આ અંગે વિદેશ મંત્રાલયને પણ જાણ કરી ન હતી. બીજી બાજુ બ્રિટનમાં શરીફને લઈ બિન-જામીનપાત્ર ધરપકડના વોરન્ટ જારી કરવાના પાકિસ્તાનના પ્રયત્નને ઝટકો લાગ્યો છે. બ્રિટન સરકારે પાકિસ્તાનના અધિકારીઓને કહ્યું છે કે તે પાકિસ્તાનની આંતરિક રાજનીતિને લગતી બાબતમાં દરમિયાનગીરી કરી શકે નહીં.

નવાઝ ભારતીયો સાથે કારોબારી સંબંધ :ગિલ
ગિલે કહ્યું છે કે સરકારને એવી માહિતી મળી છે કે નવાઝ શરીફે તાજેતરમાં લંડન સ્થિત એક દેશના દૂતાવાસમાં બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે પઠાણકોટ પર હુમલા બાદ ભારતના ઉદ્યોગપતિ સજ્જન જિંદલ અને નવાઝે એક જેવા નિવેદન આપ્યા હતા. નવાઝ અને તેનો પરિવારનો ભારતીયો સાથે અંતગ રીતે બિઝનેસ રિલેશન છે. જેને લીધે તેમનો ફાયદો પણ થયો છે. બે દિવસ અગાઉ ઈમરાને કહ્યું હતું કે નવાઝ ભારત સાથે મળી પાકિસ્તાનના લશ્કરને નબળુ પાડવાનો પ્રયત્ન કરે છે.
નવાઝ ગયા વર્ષે નવેમ્બરથી લંડનમાં છે

70 વર્ષિય નવાઝનો લંડનમાં ગયા વર્ષના નવેમ્બરથી સારવાર ચાલી રહી છે. લાહોર કોર્ટે તેમને ફક્ત ચાર સપ્તાહ માટે દેશ બહાર જઈ સારવાર કરવા મંજૂરી આપી હતી. પણ હજુ સુધી તેઓ પરત આવી શક્યા નથી. કોર્ટ તરફથી સતત સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતા તેઓ પરત ફર્યા નથી. આ સ્થિતિમાં તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે વિદેશ મંત્રાલયને લંડનના પાકિસ્તાન દૂતાવાસ મારફતે નવાઝ સામે વોરન્ટ જારી કરવા કહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post