• Home
  • News
  • ઈમરાને કહ્યું- દેશને સંપૂર્ણ લોકડાઉન કરી શકાય નહીં, અમારી 25 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે
post

કોરોના વાઈરસથી પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 776 કેસ સામે આવ્યા અને 5 લોકોના મોત થય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:24:07

ઈસ્લામાબાદઃ વિશ્વના 192 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ચુક્યો છે. પાકિસ્તાનમાં અત્યારે 776 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન દેશને સંપૂર્ણપણે લોકડાઉન કરવા માટે તૈયાર નથી. તેમના મતે આમ કરવું શક્ય નથી, કારણ કે દેશમાં ચોથા ભાગની એટલે કે 25 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું છે કે સંપૂર્ણપણે લોકડાઉન એટલે-આર્મી અને પ્રશાસન દ્વારા કર્ફ્યુ લગાવી દેવો. સ્પષ્ટ છે કે તેમાં લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવશે. દેશની 25 ટકા વસ્તી દૈનિક વેતનભોગી છે. જમીની હકીકતને ધ્યાનમાં રાખી અમે સાવચેતીના પગલા ભરી રહ્યા છીએ. અમારે વૃદ્ધો અને બાકી લોકોની કાળજી રાખવાની છે. સુરક્ષા માટે સામાજીક રીતે અંતર, પોતાને આઈસોલેશન અને ક્લોરેટાઈનમાં રાખવાની જરૂર છે.

ઈમરાને એવી પણ સલાહ પણ આપે છે ડરશો નહીં, કારણ કે લોકોમાં સતત ડર વધી રહ્યો છે. અનાજની સંગ્રહખોરી વધવાથી અનાજની અછત સર્જાશે. તેનું પરિણામ ભયજનક આવશે. સંકટનો સામનો કરવા માટે અમે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. ડરને અટકાવવા માટે મીડિયાની ભૂમિકા મહત્વની રહેશે. ડર બીમારીથી વધારે જોખમી સાબિત થશે.તમારી જવાબદારી નિભાવો અને સાવચેતી રાખો તથા અન્યોને પણ સુરક્ષિત રાખો.

 

adv

Related News

post
post
post
post
post
post
post