• Home
  • News
  • સેનાના અધિકારીઓ સાથે જોડાયેલો પ્રસ્તાવ:વહેલા રિટાયર થયા તો પૂરું પેન્શન નહીં મળે, રિટાયમેન્ટની ઉંમર પણ વધશે
post

રિટાયરમેન્ટની ઉંમર વધારવાથી અધિકારીઓને શું નુકસાન થશે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:32:03

સરકાર ત્રણેય સેનાના અધિકારીઓ સાથે જોડાયેલા બે મહત્વના પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે. પ્રથમ એ છે કે સમય કરતા વહેલા રિટાયરમેન્ટ લેનાર અધિકારીઓનું પેન્શન ઓછી કરવામાં આવે. બીજો પ્રસ્તાવ એ છે કે રિટાયમેન્ટની ઉંમર પણ વધારી દેવામાં આવે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી આ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે.

આર્મી, નેવી અને એરફોર્સના HR સાથે જોડાયેલી બાબતોને જોવા અને કો-ઓર્ડિનેશન માટે બનાવાયેલ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ (DMA) તરફથી 29 ઓક્ટોબરે એક લેટર બહાર પડાયો હતો. જેમા કહેવાયું હતું કે પેન્શન અને રિટાયમેન્ટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારના પ્રસ્તાવનો ડ્રાફ્ટ 10 નવેમ્બર સુધીમાં તૈયાર કરી DMAના સેક્રેટરી જનરલ બિપિન રાવતને રિવ્યૂ માટે મોકલવામાં આવે.

DMAના લેટરમાં શું પ્રપોઝલ?
રિટાયમેન્ટની ઉંમર: આર્મીમાં કર્નલ, બ્રિગેડિયર અને મેજર જનરલ રેન્કના અધિકારીઓના રિટાયમેન્ટની ઉંમર વધારી 57 વર્ષ, 58 વર્ષ અને 59 વર્ષ કરવામા આવે. નેવી અને એરફોર્સમાં પણ આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે. હાલ કર્નલ, બ્રિગેડિયર અને મેજર જનરલ રેન્કના અધિકારીઓના રિટાયરમેન્ટની ઉંમર 54 વર્ષ, 56 વર્ષ અને 58 વર્ષ છે.

પેન્શન: સર્વિસના વર્ષોના હિસાબે પેન્શન નક્કી કરાય. 20-25 વર્ષની સર્વિસ કરનાર અધિકારીઓને અડધુ પેન્શન મળે. 26-30 વર્ષ સર્વિસ કરનારને 60%, 30-35 વર્ષવાળાને 75% પેન્શન આપવામાં આવે. પૂરુંપેન્શન માત્ર એમને આપવામાં આવે જે 35 વર્ષથી વધારે સેવામાં રહે. હાલ ફોર્મ્યુલા એવી છે કે રિટાયરમેન્ટ સમયે જેટલો પગાર હોય, તેના 50% રકમ જેટલું પેન્શન મળે છે.

પેન્શનના ફોર્મ્યુલાનો વિરોધ
મીડિયા રિપોર્ટ્સ મુજબ પેન્શનની ફોર્મ્યુલા બદલવાના પ્રસ્તાવનો સેનાના અધિકારી વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી એ અધિકારીઓને નાણાકિય નુકસાન થઈ શકે છે જે હાલ નિવૃત થવાના છે. આ પ્રસ્તાવને કોર્ટમાં પડકારવાની વાત પણ થઈ રહી છે.

રિટાયરમેન્ટની ઉંમર વધારવાથી અધિકારીઓને શું નુકસાન થશે?
સંપૂર્ણ પેન્શન મેળવવાની સાથે 20 વર્ષની સર્વિસ પછી બીજી કેરિયર શોધનાર અધિકારીઓ માટે તક સમાપ્ત થઈ જશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post