• Home
  • News
  • કોરોના દુનિયામાં:ગત 24 કલાકમાં 7.72 લાખ નવા કેસ નોંધાયા, 13 હજારથી વધુનાં મોત; બ્રાઝિલ-અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ મૃત્યુ
post

બાંગ્લાદેશમાં 14 એપ્રિલથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની તૈયારીઓ હાથ ધરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 15:09:52

દુનિયાભરમાં કોરોના સંક્રમણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. ગત 24 કલાકમાં કોરોનાવાયરસના 7.72 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 13,077 લોકોનાં મોત થયાં છે. છેલ્લા કેટલાક સમયથી આખી દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસો ભારતમાંથી મળી રહ્યા છે. શુક્રવારના રોજ ભારતમાં 1.44 લાખ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દુનિયાના અન્ય દેશો પૈકી બ્રાઝિલમાં 89,090, અમેરિકામાં 83,458, તુર્કીમાં 55,791 અને ફ્રાન્સમાં 41,243 લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે.

એક બાજુ સંક્રમણમાં વધારો તો બીજી બાજુ કોરોનાથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાવાયરસને પગલે સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયાં છે. અહીં શુક્રવારના રોજ 3647 લોકોનાં મૃત્યુ થયાં છે. બ્રાઝિલ પછી સૌથી વધુ મોત અમેરિકા (904), ભારત (773), પોલેન્ડ (768), ઈટાલી (718) અને મેક્સિકો (548)માં થયાં છે.

બાંગ્લાદેશમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી
બાંગ્લાદેશમાં 4 એપ્રિલથી લાગુ કરાયેલા એક સપ્તાહના લોકડાઉનને પગલે તમામ જાહેર પ્રશાસન રાજ્યમંત્રી ફરહાદ હુસૈને મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 14 એપ્રિલથી બાંગ્લાદેશમાં જરૂરી સેવાઓ સિવાયની તમામ જાહેર અને ખાનગી સેવાઓ બંધ કરી દેવામાં આવશે. એની સાથે ટ્રાફિક અને કારખાનાં સહિત તમામ ક્ષેત્રોને બંધ કરી દેવાશે. આને સંલગ્ન એક આવેદન પણ પ્રકાશિત કરાયું હતું.

14 એપ્રિલથી લાગુ કરવાની તૈયારી
આની પહેલાં બાંગ્લાદેશના માર્ગ પરિવહનમંત્રી ઓબૈદુલ ક્વાડરે એક બ્રીફિંગમાં કહ્યું હતું કે કોરોના મહામારીએ બાંગ્લાદેશમાં એક ભયાનક રૂપ ધારણ કરી લીધું છે. સંક્રમણ અને મૃત્યુદરમાં પણ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે અને રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. તેમ છતાં લોકોની હતાશા ઓછી નથી થઈ. આવી પરિસ્થિતિમાં બાંગ્લાદેશ સરકાર 14 એપ્રિલથી એક સપ્તાહના વ્યાપક લોકડાઉન અંગે વિચાર કરી રહી છે.

બાંગ્લાદેશમાં અત્યારસુધી 6.73 લાખ લોકો કોરોના સંક્રમિત
અહીં શુક્રવારના રોજ 7462 કોરોનાના કેસો સામે આવ્યા હતા, જેમાંથી 63 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં અત્યારસુધી 6.73 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 9584 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ફ્રાન્સમાં 5 મહિના પછી 5 હજારથી વધુ લોકો ICUમાં
ફ્રાન્સમાં કોરોના સંક્રમણને પગલે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અહીં ICUમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 5 મહિનાના સૌથી વધુ દાખલ કરાયેલા દર્દીઓનો આંકડો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ગત દિવસોમાં ફ્રાન્સની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોવિડ દર્દીઓ પૈકી 301નાં મોત નીપજ્યાં હતાં. આની પહેલાં ગુરુવારે 343 લોકોનાં મોત થયાં હતાં.

આયર્લેન્ડે વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદ્યો
આયર્લેન્ડમાં હવે અમેરિકા, કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ અને ઈટાલીથી આવનારા યાત્રીઓને ફરજિયાત હોટલમાં ક્વોરન્ટીન થવું પડશે. કોરોનાના વધતા જતા કેસો પર નિયંત્રણ લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ
આયર્લેન્ડ આવનારા તમામ યાત્રીઓએ પહેલા કોવિડનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે, ત્યાર પછી જ તેમને એન્ટ્રી આપવામાં આવશે. વળી, અહીં પહોંચ્યાના 5 દિવસ બાદ ફરીથી કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આરોગ્ય વિભાગે આર્મેનિયા, બાંગ્લાદેશ, બરમૂડા, બોસ્નિયા-હેર્જેગોવિના, કુરાકાઓ, કેન્યા, લક્ઝમબર્ગ, માલદીવ, પાકિસ્તાન, તુર્કી અને યુક્રેનના યાત્રીઓ પર આ પ્રમાણેના નિયમો લાદ્યા છે.

અત્યારસુધી 13.30 કરોડ કેસ
દુનિયામાં અત્યારસુધી 13.52 કરોડથી વધુ લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગી ચૂક્યો છે, જેમાંથી 29.27 લાખ દર્દીનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10.88 કરોડ લોકો સાજા થઈ ગયા છે. 2.35 કરોડ દર્દી સારવાર હેઠળ છે. એમાં 2.33 કરોડ દર્દીમાં કોવિડનાં સામાન્ય લક્ષણો છે, જ્યારે 1.92 લાખ દર્દીની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

31,800,862

574,815

24,344,933

બ્રાઝિલ

13,375,414

348,934

11,791,885

ભારત

13,202,783

168,467

11,987,940

ફ્રાન્સ

4,980,501

98,395

303,639

રશિયા

4,623,984

102,247

4,248,700

UK

4,365,461

127,040

3,957,317

તુર્કી

3,745,657

33,454

3,268,678

ઈટાલી

3,736,526

113,579

3,086,586

સ્પેન

3,347,512

76,328

3,095,922

જર્મની

2,974,110

78,689

2,647,600

 

adv

Related News

post
post
post
post
post
post
post