• Home
  • News
  • ખેડૂત બિલોનો વિરોધ ચાલુ:દિલ્હીમાં દેખાવકારોએ ટ્રેક્ટર સળગાવ્યું; પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે શહીદ ભગત સિંહ નગરમાં ધરણાં કરશે
post

રાષ્ટ્રપતિએ કિસાન બિલોને મંજૂરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 10:50:35

દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત દેશના ઘણા વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલાં બિલોનો વિરોધ ચાલુ છે. દેખાવકારોએ આજે દિલ્હીમાં ઈન્ડિયા ગેટની પાસે ટેક્ટર સળગાવી દીધું હતું. પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એક ટ્રકમાં રાખીને ટ્રેક્ટરને લાવ્યા અને પછી એને નીચે ઉતારીને આગ લગાડી હતી.

બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે શહીદ ભગત સિંહ નગરમાં ધરણાં પર બેસશે. તેમનું કહેવું છે કે ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને આપણા રાજ્યના કાયદામાં સંશોધન સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં પણ આજે ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે. તેને જોતાં કલબુર્ગીમાં પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ કિસાન બિલોને મંજૂરી આપી
સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલાં 3 બિલો પાસ થયાં હતાં. તેના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદોને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ પણ કર્યા હતા. તે પછી વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત મોકલવાની માગ કરી હતી. જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી.

બિલોના વિરોધમાં શિરોમણિ અકાલી દળના નેતા અને મોદી કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર રહેલા હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું હતું. શનિવારે અકાલી દળે એનડીએથી અલગ થવાની જાહેરાત કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post